તમારા ફોનમાં પણ છે આ એપ્લિકેશન? તરત જ ડિલીટ કરો નહીંતર WhatsApp Account…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને વોટ્સએપ (WhatsApp) સૌથી વધુ ડાઉનલોડ થનારી અને ઉપયોગમાં આવનારી એપ્લિકેશન છે. આખી દુનિયામાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના 220 કરોડથી પણ વધુ એક્ટિવ યુઝર્સ છે. વોટ્સએપનો મોટા પાયે કમ્યુનિકેશન માટે યુઝ કરવામાં આવે છે. જેને કારણે સાઈબર ક્રિમીનલ્સની પણ તેના વર વોચ હોય છે. અલગ અલગ રીતે તેઓ યુઝર્સને શિકાર બનાવે છે.
આ પણ વાંચો : WhatsApp, YouTube પર તમે પણ નથી કરતાં ને આ ભૂલો, નહીંતર…
મેટા દ્વારા સતત વધી રહેલાં ફ્રોડના કિસ્સાને ધ્યાનમાં લઈને પ્લેટફોર્મ માટે સ્ટ્રિક્ટ પોલિસી બનાવી છે, જેનું ઉલ્લંઘન કરવામાં આવે તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. વોટ્સએપની આવી અનેક પોલિસી અને નિયમ વિશે યુઝર્સને જાણ નથી હોતી અને એને કારણે તેમને એના પરિણામો ભોગવવા પડે છે. જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપનું અનઓથોરાઈઝ્ડ વર્ઝન યુઝ કરો છો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે.
વર્તમાન સમયમાં ગૂગલ પ્લે સ્ટોર પર વોટ્સએપ જેવી દેખાતી અનેક નકલી એપ્સ જોવા મળે છે અને જો તમે ભૂલથી પણ આ એપ્સનો ઉપયોગ કરી લીધો હતો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. હેકર્સ એપ સ્ટોર પર વોટ્સએપ સાથે મેળ ખાતા એપ્સ અપલોડ કરે છે, જેમાં માલવેયર એટલે વાઈરલ હોય છે, જે તમારા ફોનનો ડેટા ચોરી કરે છે.
આ પણ વાંચો : હવે Facebookની જેમ બર્થડે રિમાઈન્ડર આપશે WhatsApp, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
વોટ્સએપે યુઝર્સનું ધ્યાન રાખતા થર્ડ પાર્ટી એપ્સના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કારણે તમારું વોટ્સએપ એકાઉન્ટ હંમેશા માટ બેન કરવામાં આવી શકે છે. જો તમારા ફોનમાં વોટ્સએપનું અનઓથોરાઈઝ્ડ વર્ઝન હોય તો તમારે આજે જ આ વર્ઝન ડિલિટ કરી દેવું જોઈએ નહીં તો તમને નુકસાન પહોંચી શકે છે.