પુણે હાઇવે પર બે એસટી બસની ટક્કર, બે નાં મોત, ૬૪ ઘાયલ…
પુણે: રાજ્યના પુણે-સોલાપુર હાઇવે પર બે એસટી બસની ટક્કરમાં બે જણનાં મોત અને ૬૪ જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આ ઘટના પુણે જિલ્લાના વર્વન્દ ગામ નજીક સોમવારે સાંજે પાંચ વાગ્યે બની હતી.
આ પણ વાંચો : પ્રદૂષણ થશે તો બાંધકામ બંધ થઇ જશે, BMC આક્રમક
પુણે જતી એસટી બસ સોલાપુર જઇ રહેલી એસટી બસ સાથે ટકરાઇ હતી. પુણે જતી બસની સામે અચાનકથી એક ટુ-વ્હીલર આવી હતી અને તેની સાથે બસ ટકરાઇ નહીં એ માટે ડ્રાઇવરે બીજી તરફ બસ વાળી હતી જ્યાં વિરુદ્ધ દિશા તરફથી આવી રહેલી બસ સાથે ટક્કર થઇ હતી, એમ પોલીસ ઇન્સ્પેક્ટર નારાયણ દેશમુખે જણાવ્યું હતું.
આ પણ વાંચો : નવી મુંબઈના અનાથાશ્રમમાં સગીરા પર બળાત્કાર: ચાર સામે ગુનો
બન્ને બસમાં ૧૧૦થી વધુ પ્રવાસી હતા. બે પ્રવાસીનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. અન્ય ૬૪ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી