Twinkle Khanna માટે સાસુ સામે Akshay Kumarએ કહી એવી વાત કે… ભગવાન બચાવે અક્કીને…
બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલમાંથી એક છે. બંનેની જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે અને લોકોને બંને જણ ખૂબ જ હસાવે પણ છે. અન્ય સેલેબ્સની જેમ અક્કી અને ટ્વિંકલ સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ છે.
હાલમાં જ બંને જણ ગો નોની ગોની સ્ક્રિનિંગ પર પહોંચ્યા હતા અને એ સમયે અક્કી અને ટ્વિંકલ વચ્ચે કંઈક એવું થયું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો અક્કીની એક ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. થિયેટરની અંદર ફિલ્મની કાસ્ટ સાથે સ્ક્રીનિંગ માટે આવેલા ગેસ્ટ પણ જોવા મળી રહ્યા છે. આ સમયે અક્કી કંઈક એવું કહે છે કે જે સાંભળીને તમે તમારું હસવાનું નહીં રોકી શકો.
આ વાત ફિલ્મને લઈને નહીં પણ ટ્વિંકલ સંબંધિત હતી. વાત જાણે એમ છે કે ફિલ્મની વચ્ચે ટ્વિંકલે અક્ષયને એટલો બધો હેરાન કર્યો કે તે બધાની સામે આવી વાત કહેવા માટે મજબૂર થઈ ગયો. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું અક્કીએ-
અક્ષય કુમાર આ સમયે મજાકિયા અંદાજમાં જોવા મળે છે. તે પાછળ ઊભો રહીને ફિલ્મના પ્રોડ્યુસરને સવાલ પૂછે છે.
આપણ વાંચો: અક્ષય કુમારની ફિલ્મોએ ‘ફ્લોપ’ની લગાવી હેટ્રિક, આઠમા દિવસે ખેલ ખતમ
અક્કીએ પૂછ્યું કે મારો તમને સવાલ છે કે આનો આગામી શો ક્યારે રાખવામાં આવશે? આગલ અક્કીએ કહ્યું કે કારણ કે હું આ ફિલ્મ સારી રીતે નથી જોઈ શક્યો. મારી બાજુંમાં મારી પત્ની બેઠી હતી અને તે વારંવાર મને કોણી મારી મારીને પૂછી રહી હતી કે કેવી લાગી ફિલ્મ? જેને કારણે હું આ ફિલ્મ જોઈ શક્યો નથી તો આગામી શો ક્યારે છે? મને ફિલ્મ જોવી છે.
અરે કોઈ જવાબ તો આપો. અક્કીના આ સવાલના જવાબ મળે છે કે ફિલ્મ ટૂંક સમયમાં જ જોવા મળશે અને ઘર પર જ જોવા મળશે.
આ સાંભળીને અક્કીએ આગળ કહે છે સાચે હું નથી જોઈ શક્યો. સાચું કહું છે. પૂછી લો મારી પત્ની ત્યાં જ છે. કેટલી કોણીઓ મારી છે એણે મને. આટલું કહીને અક્કી હસી પડે છે અને ટ્વિંકલ ચૂપચાપ ઊભી રહે છે. આ ફિલ્મની સ્ટોરી ટ્વિંકલ ખન્નાની સ્ટોરી સલામ નોની અપ્પા પર આધારિત છે, જેમાં ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં છે.