મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા: ઉમેદવારોનો આંકડો 148
મુંબઈ: ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે, મંગળવારે, આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે વધુ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેના કારણે તેના ઉમેદવારોની કુલ સંખ્યા 148 થઈ ગઈ છે. છેલ્લી યાદીમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા થાણે જિલ્લાના મીરા-ભાયંદર વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી આપવામાં આવશે, જ્યારે સુધીર પારવે નાગપુર જિલ્લામાં ઉમરેડ (એસસી) વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી આપવામાં આવી છે.
288 સભ્યોની વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે, જ્યારે મતગણતરી ત્રણ દિવસ પછી થશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો સમાવેશ કરતી સત્તાધારી મહાયુતિ ગઠબંધનના ભાગરૂપે ભાજપ ચૂંટણી લડી રહી છે.
મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. એક નિવેદનમાં પાર્ટીએ કહ્યું હતું કે તેણે તેના સહયોગીઓને ચાર વિધાનસભા બેઠકો ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં અમરાવતી જિલ્લાની બડનેરા બેઠક યુવા સ્વાભિમાન પાર્ટીને, પરભણી જિલ્લાની ગંગાખેડ બેઠક રાષ્ટ્રીય સમાજ પાર્ટી (આરએસપી), મુંબઈની કાલીના બેઠક રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (આઠવલે) અને જન સુરાજ્ય શક્તિ પાર્ટીને કોલ્હાપુરની શાહુવાડી બેઠકનો સમાવેશ થાય છે.
Also read: વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…
ભાજપે નાંદેડ લોકસભા પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે પાર્ટીના નાંદેડ જિલ્લાના નેતા ડો. સંતુક મારોતરાવ હંબર્ડેને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ચવાણ સામે સ્પર્ધા કરશે, જે સ્વર્ગસ્થ વસંત ચવાણના પુત્ર છે. ઓગસ્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વસંત ચવાણના અવસાન બાદ નાંદેડ લોકસભા મતવિસ્તારની આ પેટાચૂંટણી આવશ્યક બની હતી