ભારતની આ સ્ટાર મહિલા ક્રિકેટર નંબર-વનની રૅન્કથી એક જ ડગલું દૂર
દુબઈ: ભારતની પીઢ ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા મહિલાઓના આઇસીસી ટી-20 રૅન્કિંગમાં ત્રીજા નંબરે અને ઑલરાઉન્ડર્સમાં ચોથા નંબરે છે અને વન-ડેની બોલર્સમાં હવે કરીઅર-હાઇ બીજા નંબર પર આવી છે. ઇંગ્લૅન્ડની લેફ્ટ-આર્મ સ્પિનર સૉફી એકલસ્ટૉન આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે અને દીપ્તિ કરતાં 83 પૉઇન્ટ આગળ છે, પરંતુ સમય જતાં દીપ્તિ તેને આ સર્વોચ્ચ સ્થાને પડકારી શકે એમ છે.
આ પણ વાંચો: આ સ્ટાર ખેલાડી વાનખેડેની ટેસ્ટમાં નહીં રમે, ટીમ મૅનેજમેન્ટે પ્લાનિંગમાં કરવો પડશે ફેરફાર
ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝની પ્રથમ બે મૅચના પર્ફોર્મન્સને લીધે દીપ્તિના રેટિંગ-પૉઇન્ટ વધીને કરીઅરમાં સૌથી વધુ 687 થઈ ગયા છે. સૉફીના 770 પૉઇન્ટ છે.
આ પણ વાંચો: વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…
દીપ્તિ શર્મા એકસાથે બે ખેલાડીઓ (કેટ ક્રૉસ અને મેગન શટ)ને ઓળંગીને બીજા નંબર પર આવી ગઈ છે.
ન્યૂ ઝીલૅન્ડની લીઆ તાહુહુ ત્રણ પૉઇન્ટ આગળ આવીને 12મા સ્થાને આવી ગઈ છે.
ન્યૂ ઝીલૅન્ડની કૅપ્ટન સૉફી ડિવાઇન નવ ક્રમની છલાંગ સાથે 30મા નંબરે આવી ગઈ છે.
વન-ડેની ઑલરાઉન્ડર્સના લિસ્ટમાં દીપ્તિ અને સૉફી ડિવાઇને અનુક્રમે એક તથા બે ક્રમનો સુધારો બતાવ્યો છે. દીપ્તિ ચોથા સ્થાને અને ડિવાઇન સાતમા સ્થાને છે.