કેનેડામાં ટ્રુડોની થઇ રહી છે સરેઆમ બેઇજ્જતી
હાથ મિલાવવાની ના પાડીને વ્યક્તિએ તેમનું અપમાન કર્યું
ભારત સાથે દુશ્મનાવટ વહોરી લેવાનું કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને બહુ જ મોંઘું પડ્યું છે. સમગ્ર વિશ્વમાં કેનેડાના વડાપ્રધાનની ટીકા થઈ રહી છે. ક્યારેક ગ્લોબલ પ્લેટફોર્મ પર તો ક્યારેક પોતાના દેશમાં કેનેડાના પીએમનું અપમાન કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યું. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પહેલા કેનેડાના પીએમ સાથે હાથ મિલાવવાની ના પાડે છે અને પછી કેમેરાની સામે તેમનું ઉગ્ર અપમાન કરે છે. ટ્રુડોનું અપમાન કરનાર વ્યક્તિએ કહ્યું કે તે તેની (જસ્ટિન ટ્રુડો) સાથે હાથ મિલાવી શકતો નથી કારણ કે તે ખૂબ જ ખરાબ વ્યક્તિ છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું તેમના જ દેશમાં અપમાન થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેનેડાના વડાપ્રધાન પોતાના દેશના લોકો સાથે હાથ મિલાવીને અભિવાદન કરી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિએ કેમેરા સામે ટ્રુડોનો હાથ હલાવવાની ના પાડી દીધી હતી.
કેનેડિયન પીએમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યા પછી, ટ્રુડોએ યુવકને પૂછ્યું હતું કે તેણે આવું કેમ કર્યું, ત્યારે યુવક જવાબ આપતા કહે છે કે તેણે કેનેડાને બરબાદ કરી દીધું છે. જ્યારે ટ્રુડોએ કહ્યું કે કેવી રીતે? ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે કેનેડામાં આજે હાઉસિંગ ક્રાઈસિસ છે, કોઈ વ્યક્તિ ઘર ખરીદી શકતી નથી.
વ્યક્તિએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રુડો પોતે વૈભવશાળી વાહનોના કાફલામાં મુસાફરી કરી રહ્યા છે અને તે કાર્બન ઉત્સર્જનના નુકસાન વિશે વાત કરે છે. આ સાથે યુવકે યુક્રેનનું નામ લેતા જ કેનેડાના વડાપ્રધાન ત્યાંથી નીકળી ગયા હતા. જો કે, યુવકે યુક્રેનને 10 બિલિયન ડોલરની સહાય આપવાના ટ્રુડોના નિર્ણયની ટીકા કરી હતી.