સ્પોર્ટસ

આ સ્ટાર ખેલાડી વાનખેડેની ટેસ્ટમાં નહીં રમે, ટીમ મૅનેજમેન્ટે પ્લાનિંગમાં કરવો પડશે ફેરફાર

મુંબઈ: ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ન્યૂ ઝીલૅન્ડ 2-0ની વિજયી સરસાઈ સાથે આગળ છે. કિવી ટીમ શ્રેણી 3-0ની ક્લીન સ્વીપ સાથે જીતી લેવાની તલાશમાં છે, જ્યારે ભારતે હવે જીતીને પરાજયનો માર્જિન 1-2નો કરવો પડશે. જોકે શુક્રવારે વાનખેડેમાં શરૂ થનારી આખરી ટેસ્ટ પહેલાં મળેલા એક સમાચારને કારણે આ માટેના બન્ને ટીમના પ્લાનિંગમાં થોડો ફેરફાર થઈ રહ્યો છે. ન્યૂ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન અને ઈજાગ્રસ્ત પીઢ બૅટર કેન વિલિયમસન સિરીઝની આ મૅચમાં પણ નથી રમવાનો.

Also read: આ ઓસ્ટ્રેલીયન ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, શરુ કરશે નવી કારકિર્દી

વિલિયમસન પ્રથમ ટેસ્ટમાં નહીં રમે એ તો સિરીઝ અગાઉ ઘણા દિવસ પહેલાં જ જાહેર થઈ ગયું હતું. ત્યાર પછી તે બીજી ટેસ્ટમાં પણ નહીં રમે એ શ્રેણીની શરૂઆત દરમ્યાન નક્કી થઈ ગયું હતું. હવે ત્રીજી મૅચ પહેલાં કિવી ટીમે જાહેર કર્યું છે કે વિલિયમસન હજી પૂરેપૂરો ફિટ નહીં હોવાથી વાનખેડેની ટેસ્ટમાં પણ નહીં રમે. જોકે ન્યૂ ઝીલૅન્ડે ભારતના પ્રવાસ પછી આવતા મહિને ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે મહત્ત્વની ટેસ્ટ-શ્રેણી રમવાની છે અને કિવી ટીમને આશા છે કે એ પહેલાં વિલિયમસન પૂરો ફિટ થઈ જશે.

https://twitter.com/BLACKCAPS/status/1851088521563709920

Also read: વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…

વિલિયમસન ન્યૂ ઝીલૅન્ડ વતી કુલ 102 ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે કુલ 8,881 રન બનાવ્યા છે જેમાં 32 સેન્ચુરી સામેલ છે.
કિવી ટીમના હેડ-કોચ ગૅરી સ્ટીડે કહ્યું છે કે ‘વિલિયમસને ઈજા-મુક્ત થવાની બાબતમાં ખૂબ સતર્ક અપ્રોચ રાખ્યો છે. હવે તેને ઇંગ્લૅન્ડ સામે 28મી નવેમ્બરે ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થનારી ટેસ્ટ-શ્રેણી પહેલાં ફિટ થવા પૂરો સમય મળશે. મને લાગે છે કે વિલિયમસન ન્યૂ ઝીલૅન્ડમાં જ રહે અને રિહૅબિલિટેશન પર જ ફોકસ રાખે એ જ તેના માટે સારું છે. ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીને હજી એક મહિનો બાકી છે એટલે તે પૂરો ફિટ થઈને એમાં રમવા આવી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button