લગ્નના ચાર મહિના બાદ જ પ્રેગ્નન્ટ છે આ એક્ટ્રેસ, ફોટો જોઈને તો…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)એ એકબીજાને સાત વર્ષ સુધી ડેટ કરીને આખરે આ વર્ષે જૂન મહિનામાં લગ્ન કરી લીધા હતા. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર સોનાક્ષીએ એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ બાદથી લગ્નના ચાર મહિના બાદ સોનાક્ષી પ્રેગ્નન્ટ હોવાની અફવાઓ ઉડી રહી છે. જોકે, હજી સુધી સોનાક્ષી કે ઝહિર દ્વારા આ બાબતે કોઈ કમેન્ટ કરવામાં આવી નથી.
મળી રહેલી માહિતી પ્રમાણે સોનાક્ષીએ ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના પાળેલા શ્વાન અને પતિ ઝહિર સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ સમયે સોનાક્ષીએ અનારકલી કુર્તો પહેર્યો છે અને આ ફોટો જોઈને ફેન્સ એવા ક્યાસ લગાવી રહ્યા છે કે પ્રેગ્નન્સીની વધાઈ… બીજી એક યુઝરે લખ્યુ છે કે શું સોનાક્ષી પ્રેગ્નન્ટ છે?
આ બાબતે સોનાક્ષી કે ઝહિર દ્વારા કોઈ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પરંતુ લગ્ન બાદથી જ કપલ ક્યારેક ડિનર ડેટ તો ક્યારેક સેકન્ડ હનીમૂનને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ કરવા ચૌથના દિવસે સોનાક્ષીએ પતિ ઝહિરની લાંબી ઉંમર માટે પણ વ્રત રાખ્યું હતું અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
આ પણ વાંચો :કૉપ યુનિવર્સિટીની સિંઘમ અગેઈન કરતા રૂહ બાબાની ભૂલભુલૈયા આગળ…
સોનાક્ષી અને ઝહિરે 2017માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 2022માં બંને જણ ફિલ્મ ડબલ એક્સએલમાં સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ આ વર્ષે 23મી જૂનના દિવસે બંનેએ સિવિલ મેરેજ કરી લીધા હતા.
સોનાક્ષી સિન્હાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી છેલ્લી વખત ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ કાકુડામાં જોવા મળી હતી. હવે તેની પાસે નીકિતા રોય એન્ડ ધ બૂક ઓફ ડાર્કનેસ છે. પરંતુ હાલમાં એક્ટ્રેસ લગ્ન બાદ પતિ ઝહિર સાથે મી ટાઈમ એન્જોય કરતી જોવા મળી રહી છે.