નેશનલ

એર ઈન્ડિયાના A350 પ્લેનનો ફર્સ્ટ લુક જાહેર થયો

નવા લોગો અને ડિઝાઈન સાથે નવી ઝલક જુઓ

નવી દિલ્હીઃ જ્યારથી ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાનું અધિગ્રહણ કર્યું છે ત્યારથી એરલાઈન કંપની પોતાની અલગ ઓળખ બનાવવા માટે સતત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ તેના કર્મચારીઓના નવા યુનિફોર્મ સાથે મેળ ખાતી પેઇન્ટ જોબ કરાવ્યા પછી તેના નવા A350 એરક્રાફ્ટનો પ્રથમ દેખાવ શેર કર્યો છે.

A350ની આ લેટેસ્ટ તસવીર ફ્રાંસના તુલુઝમાં એક વર્કશોપમાં ક્લિક કરવામાં આવી છે. એરલાઈને આ વર્ષની શરૂઆતમાં પોતાની જાતને નવા રેડ-એબર્જિન-ગોલ્ડ લુક અને નવા લોગો ‘ધ વિસ્ટા’ સાથે રિબ્રાન્ડ કરી હતી.

“નવા રંગીન એરક્રાફ્ટ આ શિયાળાની સીઝનમાં ભારતમાં આવશે,” એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે નવા યુનિફોર્મમાં એરક્રાફ્ટ A350નો આ પહેલો દેખાવ છે. અમારું A350 એરક્રાફ્ટ આ શિયાળાની સિઝનમાં ઘરે આવવાનું શરૂ કરશે.

જ્યારથી ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાનું અધિગ્રહણ કર્યું છે ત્યારથી એર ઇન્ડિયામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. એર ઈન્ડિયાના આ નવા દેખાવ માટે અને તેની સમગ્ર ફ્લિટને નવો દેખાવ આપવા માટે 400 મિલિયન ડોલરનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અગાઉ એર ઈન્ડિયાએ કહ્યું હતું કે તેનો નવો લોગો ‘ધ વિસ્ટા ગોલ્ડ વિડો’ની ફ્રેમથી પ્રેરિત છે. એરલાઇનના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે તેની ભવ્ય એરલાઇન હેરિટેજને જાળવી રાખવા માટે, કંપની પોતાની જાતને સંપૂર્ણપણે બદલવા માટે કામ કરી રહી છે. નવા યુનિફોર્મ અને ડિઝાઇનમાં ઊંડા લાલ, જાંબલી અને ગોલ્ડન કલરની હાઇલાઇટની પેલેટ તેમજ ચક્ર પ્રેરિત પેટર્ન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker