Viral Video: ગાઝિયાબાદ કોર્ટમાં જજ અને વકીલો વચ્ચે બબાલ, પોલીસને બોલાવી પડી
ગાઝિયાબાદ: ગાઝિયાબાદ જિલ્લા કોર્ટમાં (Ghaziabad district court) વકીલો અને જજ વચ્ચે થયેલા વિવાદે (argument between a judge and a lawyer) હિંસક રૂપ ધારણ કર્યુ હતું. જાણકારી મુજબ, અધિકારીઓ અને વકીલોમાં કોઈ મુદ્દે માથાકૂટ થઈ હતી. કોર્ટમાં કોઈ કેસની સુનાવણી થઈ રહી હતી ત્યારે જજ અને વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. જે બાદ જજે ફોન કરીને પોલીસ બોલાવી હતી.
Also read: AIIMSના ડોક્ટરે પોતાનો કેટલી કિંમત લગાવી? દહેજમાં માંગી આટલી રકમ
કોર્ટ રૂમમાં હંગામો કરી રહેલા વકીલો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કોર્ટ રૂમમાં ખુરશીઓ પણ ઉછળી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને વકીલોને કોર્ટ રૂમમાં કાઢી મૂક્યા હતા. જે બાદ વિવાદ વધ્યો હતો. વકીલો કોર્ટની બહાર ધરણા પર બેઠા હતા અને જજ તથા પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. રોષે ભરાયેલા વકીલોએ કોર્ટ પરિસરમાં આવેલી પોલીસ ચોકીમાં આગ લગાવી હતી. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
Also read: સરદાર પટેલને ભારત રત્નથી વંચિત રખાયા: Run for Unity વખતે અમિત શાહે આપ્યું મોટું નિવેદન
જજની કોઈ વાતને લઈ સીનિયર વકીલ ભડક્યા હતા. જે બાદ સીનિયર વકીલે ગુસ્સામાં આવીને ગાળો આપી હતી. આ પછી જજ પણ ગુસ્સે ભરાયા અને તેઓ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા. આ પછી મામલો વણસ્યો અને જજે ફોન કરીને પોલીસને બોલાવી હતી.
Also read: Big Breaking: આખરે ઓળખાયો પ્લેનમાં બોમ્બની અફવાઓ ફેલાવનારો, લેખક નીકળ્યો બોલો
પોલીસ લાઠીચાર્જમાં વકીલ ઘાયલ
જાણકારી અનુસાર લાઠીચાર્જમાં 8 થી 10 વકીલ ઘાયલ થયા. નારાજ વકીલોએ પ્રદર્શન કર્યુ અને પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરીને આગચંપી કરી. કોર્ટમાં શાંતિ જાળવી રાખવા માટે વધારાનો પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે.