આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: બોલો, એકનાથ શિંદેની આવક 5 વર્ષમાં પચાસ ટકા ઘટી…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આવક છેલ્લાં પાંચ વર્ષમાં પચાસ ટકા ઘટી ગઇ છે. ૨૦૧૮-૧૯માં ઉમેદવારીનું ફોર્મ ભરતા સમયે તેમણે કરેલા સોગંદનામામાં જે આવક દર્શાવી હતી તેની સામે ૨૦૨૩-૨૪ની આવકમાં પચાસ ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે આ વખતે કરેલી ઉમેદવારીના સોગંદનામામાં સંપત્તિ જાહેર કરતાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : ઘડિયાળોન કાંટો ફરતો જાય છે, હજુ 23 ઉમેદવારના નામ જાહેર થવાના બાકી

એકનાથ શિંદેની ૨૦૧૮-૧૯ માં ૬૧ લાખની આવક હતી જે ૨૦૨૩-૨૪માં ઘટીને ૩૪.૮૧ લાખ થઇ ગઇ છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી આ પહેલાં ૨૦૧૯માં થઇ હતી.

જોકે આ જ સમયગાળામાં તેમનાં પત્નીની આવકમાં ૫૯ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. તેમનાં પત્નીની આવક ૯.૯૪ લાખ પરથી વધીને ૧૫.૮૩ લાખ થઇ હતી.

એકનાથ શિંદે પાસે ૨૬ હજાર રૂપિયાની રોકડ હોવાનું જાહેરનામામાં જાણવા મળ્યું હતું, જ્યારે તેમનાં પત્ની પાસે બે લાખ રૂપિયાની રોકડ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શિંદે અને તેમનાં પત્નીએ આ સમયગાળામાં અનુક્રમે ૧.૪૪ કરોડ અને ૭.૭૭ કરોડનું રોકાણ કર્યું હોવાનું સોગંદનામામાં જણાવાયું હતું.

આ પણ વાંચો : કોપરી-પાચપાખાડી સીટ પરથી સીએમ શિંદેએ ભર્યું ઉમેદવારી પત્ર

શિંદેની જમીન અને ફ્લેટની સ્થાવર મિલકત ૧૩.૩૮ કરોડની છે, જ્યારે તેમનાં પત્નીની ૧૫.૦૮ કરોડ છે. બીજી બાજુ શિંદેની લાયેબિલિટી ૫.૨૯ કરોડની છે, જ્યારે પત્નીની ૯.૯૯ કરોડની છે.
(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker