જયંત પંડ્યાની રાક્ષસીવૃત્તિ દૂર થાય તે માટે ગંગાજળનો છંટકાવ થયો.
રાજકોટ : રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા શહેરના પારડી ગામ ખાતે આવેલ PGVCL કચેરી ખાતે ચાલતી સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. બ્રહ્મ સમાજ અગ્રણી મિલન શુક્લ તથા ગુજરાત બ્રહ્મસમા જ અગ્રણીઓ કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ હેમાંગ રાવલ અને ભારતીય જનતા પક્ષ મીડિયા સેલના પ્રવક્તા યોગેશ દવે પણ આ વિરોધમાં જોડાયા હતા.
આજ રોજ રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેને જયંત પંડ્યાના ઘરે ગંગા જળનો છંટકાવ કરી સનાતન ધર્મની જય ના નારા લગાવી જયંત પંડ્યા સામે ગુસ્સો જાહેર કર્યો હતો. કર્મકાંડી ભૂદેવો અને ભૂદેવ સેવા સમિતિના ચેરમેન તેજસ ત્રિવેદી એ જયંત પંડ્યા ના ઘર તેમજ ઓફિસ બહાર ગંગાજળ છાંટી જયંત પંડ્યાની રાક્ષસી વૃતિને શાંત કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમજ જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા હતા.
સમગ્ર બ્રહ્મ સમાજમાં જયંત પંડ્યા વિરુદ્ધ રોષની લાગણી ફેલાયેલી છે. આવનારા સમયમાં હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવું બ્રહ્મ સમાજ વર્તુળ માંથી જાણવા મળ્યું છે.