આમચી મુંબઈ

Mumbai police threatening call: મુંબઇ પોલીસને આવ્યો ફરી ધમકીનો ફોન: ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો

મુંબઇ: મુંબઇમાં આંતકવાદી હુમલાના ફોન કોલનો સિલસીલો રોકાવાનું નામ જ નથી લઇ રહ્યો. આડે દિવસે મુંબઇ પોલીસે ધમકીભર્યા કોલ આવતા જ હોય છે. ફરી એકવાર મુંબઇમાં આતંકવાદી હુમલાનો ફોન મુંબઇ પોલીસ કંટ્રોલ રુમને આવ્યો હતો. ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મુબંઇ પોલીસ કંટ્રોલ રુમને મુંબઇમાં આંતકવાદી હુમલો થવાનો છે એવો ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે આ ફોન કરનારની શોધખોળ હાથ ધરી હતી. અને એક વ્યક્તીની ધરપકડ કરી હતી. દરમીયાન પોલીસને ખબર પડી કે આ આરોપીએ દારુના નશામાં ધમકીનો ફોન કર્યો હતો. ત્યારે પોલીસે આ વ્યક્તીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


મુંબઇ પોલીસે આ મામલે જ્ઞાનેન્દ્ર શુક્લા નામના 30 વર્ષના વ્યક્તીની ધરપકડ કરી છે. વનરાઇ પોલીસે દિંડોશીથી આરોપીને પકડ્યો હતો. આ વ્યક્તીએ શુક્રવારે મોડી રાતે મુંબઇ પોલીસના કંટ્રોલ રુમને કોલ કર્યો હતો. તેણે પોલીસને ફોન કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. તેણે કહ્યું કે હું પાકિસ્તાનમાંથી આવ્યો છું. સંભાળીને રહેજો. તમારી આજુ બાજુ બે ત્રણ કલાકમાં બોમ્બ બ્લાસ્ટ થશે. તેણે ફોનમાં સીમ હૈદરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આરોપીએ દારુના નશામાં ધમકી આપી હતી.


પોલીસને આવા ફોન વારંવાર આવી રહ્યાં છે. અગાઉ પણ પોલીસ કંટ્રોરુમને અનેક ફેક કોલ આવ્યા છે. અગાઉ 31મી ઓગષ્ટના રોજ મંત્રાલયમાં બોમ્બ મૂક્યો હોવાની ફોન આવ્યો હતો. ત્યાર બાદ મુબંઇ પોલીસે આ બાબતે શોધખોળ હાથ ધરી હતી. આ ફોન અહમદનગર જિલ્લાના રહેવાસી બાલકૃષ્ણ ભાઉસાહેબ ઢાકણે નામની વ્યક્તીએ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button