નેશનલ

AIIMSના ડોક્ટરે પોતાનો કેટલી કિંમત લગાવી? દહેજમાં માંગી આટલી રકમ

હૈદરાબાદ: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, AIIMSના એક ડોક્ટરે તેના લગ્ન માટે દહેજ તરીકે 50 કરોડ રૂપિયાની માંગણી કરી છે અને આ પૈસા આપવા માટે છોકરીના પરિવારે તેમની આખી કમાણી દાવ પર લગાવી દીધી છે. રસપ્રદ વાત એ છે કે યુવતી પોતે પણ ડોક્ટર છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ ડોક્ટરની સમજણ સામે સવાલ ઉઠાવ્યા છે તો કોઈએ પૈસા લીધા પછી ડૉક્ટર શું કરશે તે પ્રશ્ન કર્યો છે?

ડોક્ટર ફોનિક્સ નામના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે એમ્સના ટોપ રેન્કિંગ યુરોલોજિસ્ટ તેમની સહેલી પાસેથી દહેજમાં 50 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી. પોસ્ટ અનુસાર, જે છોકરી સાથે લગ્નની વાત કરવામાં આવી છે તે હૈદરાબાદમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેસિયા સ્પેશ્યાલિસ્ટ છે. છોકરીનો પરિવાર પણ આ રકમ ભેગી કરવા માટે મહેનત કરી રહ્યો છે. છોકરો અને છોકરી બંને તેલુગુ પરિવારના છે અને છોકરીના પરિવારનું કહેવું છે કે તેલુગુ સમુદાયમાં દહેજ ફરજિયાત છે. પોસ્ટ કરનાર મહિલાએ લખ્યું છે કે જ્યારે દહેજ જ લેવું છે તો આટલું ભણતર, મેરીટ અને રેન્કનો ફાયદો જ શું.

કેવી રીતે થશે પૈસાનો બંદોબસ્ત:
50 કરોડની દહેજની માંગને પૂરી કરવા માટે છોકરીના માતા-પિતાએ તેમના રિટાયરમેન્ટના પૈસા દાવ પર લગાવવાનું નક્કી કર્યું હતું. જ્યારે આ નિર્ણયથી માત્ર તેનું ભવિષ્ય જ નહિ પરંતુ તેની નાની પુત્રી માટે પણ મુશ્કેલીઓ સર્જશે. યુઝર્સ દ્વારા આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ કરવામાં આવી છે. જેમાં લોકોએ શિક્ષિત લોકો દ્વારા દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાની ટીકા કરી છે.

શું કરવામાં આવી રહી છે કોમેન્ટ:
પોસ્ટ પર કોમેન્ટ કમેન્ટ સેકશનમાં ડોક્ટરની આકરી ટીકા કરી છે. કેટલાક લોકોએ કહ્યું છે કે છોકરી અને તેના માતાપિતાએ આ મામલે સ્ટેન્ડ લેવાની જરૂર છે. તેમની દલીલ છે કે યુવતી પોતે ભણેલી છે અને નોકરી કરે છે. તે પોતાનું જીવન ખૂબ સારી રીતે જીવી શકે છે અને પોતાની ઓળખ બનાવી શકે છે. એક યુઝરે લખ્યું છે કે આ ખૂબ જ શરમજનક છે. મને સમજાતું નથી કે લોકો આટલી બેશરમ સાથે પૈસા કેવી રીતે માંગી લે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button