અમદાવાદઆપણું ગુજરાત

એસટીને દિવાળી ફળીઃ બે અઠવાડિયામાં એડવાન્સ બુકિંગથી કરી 28.33 કરોડની આવક

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમને (GSRTC) દિવાળી ફળી છે. જેમાં માત્ર બે અઠવાડિયામાં એડવાન્સ ટિકિટ બુકિંગ પેટે એસટી નિગમને રૂ. 28.33 કરોડની આવક થઇ છે. તેમાં 9મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર દરમિયાન વિવિધ ડિવિઝન, ઈ-બુકિંગ અને મોબાઇલ બુકિંગથી કુલ રૂ. 10.56 લાખની ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે. જેમાં અમદાવાદ ડિવિઝનથી સૌથી વધુ 71587 એડવાન્સ ટિકિટ બુકિંગનો સમાવેશ થાય છે.

Also Read – તહેવાર ટાણે જ માતમ છવાયો: AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

GSRTCને છેલ્લા 16 દિવસમાં એડવાન્સ ટિકિટ બુકિંગથી સૌથી વધુ રૂ. 1.97 કરોડની આવક 24મી ઓક્ટોબરના રોજ થઈ છે. એડવાન્સ બુકિંગ પેટે એસટી નિગમને દરરોજની સરેરાશ રૂ. 1.77 કરોડની આવક થાય છે. દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવશે તેમ તેમ એસટીની દૈનિક આવકનો આંક અંદાજે રૂ. બે કરોડને પાર જાય તેવી સંભાવના છે.

દરમિયાન ગીતા મંદિરથી 26મી ઓક્ટોબરના એક્સ્ટ્રા બસની 58 ટ્રિપમાં 3269 મુસાફર નોંધાયા હતા અને તેનાથી રૂ. 6.58 લાખની આવક થઈ હતી. દિવાળીના પર્વને લઈ શાળા-કોલેજોમાં રજા પડતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો પોતાના વતન જતા હોવાથી એસ.ટી બસ ડેપો પર મુસાફરોની ભીડ જામી છે. દિવાળીના તહેવારને લઈને એસ.ટી બસોમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button