આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પ્રદૂષણ થશે તો બાંધકામ બંધ થઇ જશે, BMC આક્રમક

બે ડેવલપર પર કાર્યવાહીની લટકતી તલવાર

મુંબઈ: પ્રદૂષણનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર થતો જઇ રહ્યો છે. મુંબઈમાં ધૂળિયા પ્રદૂષણને રોકવા માટે પાલિકા અપનાવેલાં તત્ત્વોનો અમલ કરવા સામે દુર્લક્ષ કરનારા ડેવલપરો પર વોર્ડ સ્તરે કાર્યવાહી તલવાર લટકી રહી છે. કે પૂર્વ વિભાગના બે ડેવલપરને કામ બંધ કરવાની નોટિસ પાલિકાએ બજાવી છે. માર્ગદર્શક તત્ત્વોનો અમલ ૨૪ કલાકમાં કરો, નહીં તો બાંધકામના સ્થળ પરના તમામ માલસામાનને જપ્ત કરવામાં આવશે, એવો સંકેત પાલિકાએ આપ્યો છે.

આ પણ વાંચો…..હવે શાઇના એનસી શિંદે સેનામાં સામેલ, ઉમેદવારોની બંડખોરી અને રાજકીય પક્ષોના અજબ દાવ

મુંબઈમાં હવાની ગુણવત્તા નીચી હોવાથી ઓક્ટોબર, ૨૦૨૩માં નોટિફિકેશન બહાર પાડીને મુંબઈનાં બાંધકામો અને વિકાસકામનાં સ્થળોએ પ્રદૂષણ નિયંત્રણના ઉપાયનો અમલ કરવા માટે મુંબઈ પાલિકાએ કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો. ત્યાર બાદ નોટિફિકેશનમાં માર્ગદર્શક તત્ત્વોનો અમલ ન કરનારા ડેવલપરો સામે કાર્યવાહી કરવા માટે પાલિકાએ વોર્ડ સ્તરે ટીમની નિમણૂક કરવામાં આવી હતી. તેને આધારે અમુક ડેવલપરોને પાલિકાએ કારણદર્શાવો નોટિસ પણ મોકલાવી હતી. જોકે ચૂંટણીની પણ જવાબદારી પાલિકાના શિરે જ હોવાથી પાલિકા કર્મચારીઓ એ કાર્યમાં વ્યસ્ત છે. આથી નવેમ્બર મહિનામાં કાર્યવાહી થોડી મંદ પડશે. જોકે ત્યાર બાદ પાલિકા પ્રદૂષણ ફેલાવતા ડેવલપરો સામે પગલાં લેવાનું શરૂ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button