આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે બંડખોરી, ઉમેદવાર બદલાયા અને હજુ ઘણું થશે…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, પરંતુ બન્ને ગઠબંધનોમાં હજુ તડાફડી ચાલી રહી છે. ભાજપમાં ખાસ કરીને મુંબઈમાં બંડખોરી થઈ છે તો એનસીપી શરદ પવારે ઉમેદવાર બદલવાનો વારો આવ્યો છે.

ભાજપ મુંબઈના નેતાઓએ પક્ષને સારો એવો ઝટકો આપ્યો છે. દક્ષિણ મુંબઈના બે નેતા શાયના એન સી અને અતુલ શાહે બળવો કરતા શાયના શિંદેસેનામાં જોડાયા છે અને આજે ફોર્મ ભરશે ત્યારે અતુલ શાહ અપક્ષ લડવાના છે. તો બીજી બાજુ ગોપાલ શેટ્ટી શિવસેના (યુબીટીમાં) તરફથી બોરીવલીનું ફોર્મ ભરે તેવી પૂરી સંભાવના છે. સૂત્રોનું માનીએ તો ઈશાન મુંબઈમાં પણ નવાજૂની થવાના એંધાણ છે.

બીજી બાજુ શરદ પવારે એકને આપેલી ઉમેદવારી રદ કરી બીજાને આપવી પડી છે. મવાળ બેઠકથી સિદ્ધિ કદમને ઉમેદવારી આપી હતી. સૌથી નાની વયની આ ઉમેદવાર સામે વિરોધ થતા આખરે રાજૂ ખરેને ઉમેદવારી આપવામાં આવી છે. તો માહિમ બેઠક પરથી અમિત ઠાકરેને સમર્થન આપવા શિંદેસેનાએ સદા સરવણકરને ઉમેદવારી પરત કરવા જમાવ્યું છે પરંતુ સરવણકરે આજે ફોર્મ ભરવાનું જાહેર કરી દીધું છે.

આ પણ વાંચો…..મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…

હજુ તમામ પક્ષોએ 288 બેઠક પર નામ જાહેર કર્યા નથી.

કૉંગ્રેસ અને શિવસેના(શિંદે)એ છેલ્લા દિવસે કે 24 કલાક પહેલા યાદી બહાર પાડી છે. સ્વાભાવિકપણે આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, પણ તે પહેલા દરેક પક્ષે ભુકંપ સહન કરવાની તૈયારી રાખવા જેવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button