J&Kના અખનૂરમાં બીજો આતંકવાદી ઠાર, આર્મી ડોગ Phantomનું ગોળી વાગવાથી મૃત્યુ
અખનૂર: ગઈ કાલે સોમવારે સવારે ત્રણ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના અખનૂર વિસ્તારમાં ભારતીય સેનાના વાહન પર ગોળીબાર (Firing on Army’s vehicle) કર્યો હતો અને ફરાર થઇ ગયા હતાં. ત્યાર બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું, ગઈ કાલે એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ સેનાએ આજે મંગવારે સવારે વધુ એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે.
જમ્મુ ક્ષેત્રના અખનૂર સેક્ટરના એક ગામમાં મંગળવારે સવારે સેના અને આતંવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો, હજુ એક આતંકવાદીની શોધખોળ થઇ રહી છે.
ત્રણ આતંકવાદીઓએ સોમવારે સવારે લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક સેનાના કાફલામાં રેહેલી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. સ્પેશીયલ ફોર્સ અને એનએસજી કમાન્ડોએ શરૂ કરેલા ઓપરેશનમાં ગઈ કાલે સાંજે એક આતંકવાદી માર્યો ગયો હતો.
Also Read – અખનુરમાં LOC નજીક ટેરરિસ્ટ એટેકઃ 3 આતંકવાદી ઠાર
આતંકવાદીઓ ખૌરના જોગવાન ગામમાં અસાન મંદિર પાસે છુપાયેલા હતા. મંગળવારે સવારે બે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા, ત્યારબાદ તીવ્ર ગોળીબાર થયો હતો. અહેવાલ મુજબ કે ઓપરેશન દરમિયાન ગોળી વાગવાથી ચાર વર્ષના આર્મી ડોગ ફેન્ટમનું મૃત્યુ થયું હતું.