ટોપ ન્યૂઝનેશનલ

કેરળના મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં વિસ્ફોટ, 150થી વધુ ઘાયલ, 8ની હાલત ગંભીર

કાસરગોડ: કેરળના કાસરગોડમાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના (Firework accident in Kasaragod of Kerala) બની હતી. ગત મધરાત્રીએ ફટકડાના સ્ટોરેજમાં વિસ્ફોટ સાથે આગ લાગવાથી લગભગ 150 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત ગંભીર છે.

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અહેવાલ મુજબ કે કેરળના કાસરગોડ જિલ્લાના નીલેશ્વરમ પાસે એક મંદિરમાં આતશબાજી દરમિયાન આ ભયાનક દુર્ઘટના થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ કે મંદિર પાસે ફટાકડાના સ્ટોરેજમાં આગ લાગી હતી જેના કારણે આ મોટી દુર્ઘટના થઈ હતી.આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતાની સાથે જ કલેક્ટરથી મંડીને જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી સુધીના તમામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.વીરકાવુ મંદિરમાં વાર્ષિક કાલિયટ્ટમ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ કાર્યક્રમ માટે ફટાકડા લાવવામાં આવ્યા હતા અને તેને સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ રાત્રે 12.30 વાગ્યાના સુમારે સ્ટોરેજમાં રાખેલા ફટાકડામાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં થેયમ પરફોર્મન્સ જોવા માટે નજીકમાં એકઠા થયેલા મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.

આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, કુલ 97 ઘાયલ લોકોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રસાશન આગના કારણની તપાસ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker