આજે ધનતેરસ જાણો પૂજા માટેનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન

દિવાળીનું પર્વ ધનતેરસથી શરૂ થાય છે. દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. તિથિ પ્રમાણે આજે ધનતેરસ છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની વિધિ છે. તેમજ સોનું, ચાંદી, લક્ષ્મી-ગણેશની મૂર્તિ વગેરે જેવી વસ્તુઓ ખરીદવી શુભ મનવામાં આવે છે.
પ્રકાશના પર્વ દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. સનાતન ગ્રંથોમાં ધનતેરસ પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, મા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી એવી માન્યતા છે. આ ઉપરાંત વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસની તિથિ, શુભ સમય અને પૂજા કરવાની રીત વિશે જણાવીશું.
જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે ધનતેરસ પર 100 વર્ષ બાદ ત્રિગ્રહી યોગ એટલે કે ત્રિપુષ્કર યોગ, ઈન્દ્ર યોગ, વૈધૃતિ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે. આ યોગોના શુભ પ્રભાવથી કેટલીક વસ્તુઓ ખરીદવાથી સાધકની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે.
ધનતેરસ પૂજાના શુભ મુહૂર્ત
સાંજે ધનતેરસ પૂજાનો સમય- 6:31 થી 8:13 સુધી રહેશે
પ્રદોષ કાલ-સાંજે 5:38 થી 8:13 સુધી રહેશે
વૃષભ સમયગાળો- સાંજે 6:31 થી 09:27 સુધી રહેશે
બ્રહ્મ મુહૂર્ત- 4:48 સવારે થી 5:40 સવારે રહેશે
વિજય મુહૂર્ત- બપોરે 1:56 થી 2:40 સુધી રહેશે
સંધ્યાકાળનો સમય- સાંજે 5:38 થી 6:04 સુધી રહેશે
Also Read – Dhanterasના દિવસે કંઈ નહીં ને નવી સાવરણી ખરીદવાનું કેમ કહેવાય છે?
ધનતેરસ પૂજા વિધિ
ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી સૂર્યદેવને જળ અર્પણ કરો. આ પછી મંદિરને સાફ કર્યા બાદ માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેરજીની મૂર્તિઓને બાજોઠ પર આસન આપનીને સ્થાપિત કરો. ચંદનનું તિલક કરી દીવો પ્રગટાવો અને આ પછી આરતી કરો. સાથે જ ભગવાન ગણેશની પૂજા કરો. કુબેરજીના મંત્ર ઓમ હ્રીં કુબેરાય નમઃ નો 108 વાર જાપ કરો અને ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો. આ પછી મીઠાઈ અને ફળ વગેરે ચઢાવો. તમારી ભક્તિ પ્રમાણે દાન કરો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.