ઓટાવા: કેનેડામાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ દુર્ઘટનામાં ભારતના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. બંને ટ્રેઈની પાઈલટ મુંબઈના રહેવાસી હતા. તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે હતા.
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના વાનકુવરથી લગભગ 100 કિલોમીટર દૂર બ્રિટિશ કોલંબિયા પ્રાંતના પૂર્વ વિસ્તારમાં બની હતી. ત્યાં ચિલીવેકમાં નાનું વિમાન એરપોર્ટ નજીક એક મોટેલની પાછળ ક્રેશ થયું હતું, જેમાં બે તાલીમાર્થી પાઇલોટ અને અન્ય એક સવારના મોત થયા હતા. સ્થાનિક પોલીસનું કહેવું છે કે અકસ્માત બાદ નજીકના સંબંધીઓને જાણ કરવામાં આવી છે.
જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માત કેવી રીતે થયો? કેનેડિયન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાઇપર PA-34 સેનેકા, એક ટ્વીન એન્જિન લાઇટ એરક્રાફ્ટ, ઝાડ અને ઝાડીઓ સાથે અથડાયું હતું. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે તે ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલી રહ્યું છે.
ટૂંક સમયમાં ઘટનાનું કારણ જાણવા મળશે. કેનેડાના અધિકારીઓનું કહેવું છે કે પાંચ એમ્બ્યુલન્સ અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં અન્ય કોઈને ઈજા થઈ હોવાના કે જોખમ હોવાના અહેવાલ નથી. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં પરત બોલાવવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને