સ્પેશિયલ ફિચર્સ

શ્વાસના દર્દીઓ દિવાળી પણ આટલું રાખજો ધ્યાન; ઘણી બીમારીથી બચી જશો…

હાલ વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને આ એક એવો સમય છે જ્યારે લોકો ધૂમધામથી ઉજવણીના મૂડમાં હોય છે. જો કે શ્વાસની સમસ્યાથી પીડિત લોકો માટે આ સમય ઘણો મુશ્કેલ છે. દિવાળી દરમિયાન પ્રદૂષણ અન્ય દિવસો કરતા ઘણું વધી જાય છે અને પછી ફટાકડામાંથી નીકળતો ધુમાડો જીવલેણ સાબિત થાય છે. આથી બચવા માટે આટલું કરી શકાય:

આ પણ વાંચો : સોરાયસીસવાળાઓએ ભૂલથી પણ ના ખાવા જોઇએ આ ખોરાક, નહીં તો….

1) ધૂળથી દૂર રહો:
દિવાળી પહેલા દરેક ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો આ સમયગાળા દરમિયાન ધૂળથી દૂર રહો. ધૂળથી થતી એલર્જી સરળતાથી અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરી શકે છે.

2) કોઇપણ દવાને ન છોડો:
દિવાળી દરમિયાન શ્વસન સંબંધી રોગોમાં વધારો થાય છે, તેથી આ સમસ્યાઓથી બચવા માટે તમે સારી રીતે તૈયાર હોવ તે જરૂરી છે. કોઈપણ દવાને છોડો નહિ. આ સાથે તમારા ઇન્હેલરને તમારી સાથે સુરક્ષિત રાખો.

3) ધુમાડાથી દૂર રહો:
ફટાકડા વગર દિવાળીની ઉજવણી અધૂરી રહે છે પરંતુ તેનો ધુમાડો સમસ્યાનું કારણ બની શકે છે. પરંતુ તમે અન્ય લોકોને ઉજવણી કરતા રોકી શકતા નથી તેથી તમારે તમારી જાતને ધુમાડાથી બચાવવી જોઈએ. જો તમારે બહાર જવાનું હોય, તો હંમેશા માસ્ક પહેરવાનો પ્રયાસ કરો.

4) બને ત્યાં સુધી ઘરની અંદર રહો:
જે લોકોને પહેલાથી જ અસ્થમા અને શ્વસન સંબંધી સમસ્યાઓ છે તેઓએ દિવાળી દરમિયાન ઘરની અંદર જ રહેવું જોઈએ. જેથી તમે તમારી જાતને ધુમાડાના સંપર્કમાં આવવાથી બચાવી શકો.

5) ખોરાક પર પણ રાખો ધ્યાન:
દિવાળીની ઉજવણીમાં વધુ મીઠાઈઓ અને તળેલી રસોઈ બનાવવામાં આવે છે. આવો ખોરાક વધુ પડતો ખાવાથી શરીરમાં સમસ્યા થઈ શકે છે. તેના બદલે, ફળો અને શાકભાજી સાથે સંતુલિત આહાર પસંદ કરો. તે અસ્થમાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે

જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button