વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત શુક્રવારની જ ૮૪.૦૮ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, અમુક ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર આજે સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો છે.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૪.૦૮ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૪.૦૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૮ અને ઉપરમાં ૮૪.૦૭ની એક પૈસાની સાંકડી વધઘટે અથડાઈને ખૂલતી જ અથવા તો ગત શુક્રવારની ૮૪.૦૮ની ઑલ ટાઈમ લૉ સપાટીએ જ બંધ રહ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૬.૦૫ ટકાના ગાબડાં સાથે બેરલદીઠ ૭૧.૪૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૦૨.૭૫ પૉઈન્ટનો અને ૧૫૮.૩૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૦૨ ટકા વધીને ૧૦૪.૨૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૦૩૬.૭૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ અને માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી પ્રબળ રહેતાં રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈ ગયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker