બહરાઈચ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, 29 હેડ કોન્સ્ટેબલ અને જવાનોની ધરપકડ
બહરાઈચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજા મૂર્તિ વિસર્જન દરમિયાન ફાટી નીકળેલી હિંસાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ મામલે એસપી વૃંદા શુક્લા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. જે બાદ 29 હેડ કોન્સ્ટેબલ અને સિપાહી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: બહરાઈચમાં વણસેલી પરિસ્થતિને પહોંચી વળવા ખુદ ADG ઉતાર્યા રસ્તા પર: Viral Video
બહરાઈચના મહારાજગંજ હિંસા કેસમાં પોલીસ અધિકારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બહરાઈચ હિંસા કેસમાં એસપી વૃંદા શુક્લાએ હરડી અને રામ ગાંવ પોલીસ સ્ટેશનના 29 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, એકનું મોત
બહરાઈચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજગંજમાં 13 ઓક્ટોબરે દુર્ગા પૂજા બાદ મૂર્તિની વિસર્જન યાત્રા દરમિયાન હંગામો થયો હતો. જેમાં ગોળી વાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ પછી 14 ઓક્ટોબરે વાહનોમાં આગચંપી અને તોડફોડની ઘટના બની હતી. હિંસા અંગે પોલીસના મોટા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.