મહિલા સાથે 94 લાખ રૂપિયાની ઠગાઇ: ફાઇનાન્સ કંપની, ત્રણ જણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં 40 વર્ષની મહિલાની કંપનીનાં સાધનો ગિરવે મૂકીને 94 લાખ રૂપિયાની લોન લઇ છેતરપિંડી આચરવા બદલ ફાઇનાન્સ કંપની અને ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે રૂ.1.31 કરોડની ઠગાઇ: છ વિરુદ્ધ ગુનો
આરોપીઓએ ફરિયાદી મહિલાનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ જણાવ્યું હતું કે અમરાવતીની એક કંપની તરફથી તેની કંપનીને ટેન્ડર મળશે અને આ માટે લોન લેવી જરૂરી છે.
આરોપીઓએ મહિલાની કંપનીની મશીનરી ગિરવે મૂકી હતી અને 94 લાખ રૂપિયાની લોન લઇને મહિલા સાથે છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો: પુણેની મેડિકલ કોલેજમાં એડમિશનને બહાને 81 લાખની ઠગાઇ: મુખ્ય આરોપીની ધરપકડ…
આની જાણ થતાં મહિલાએ વાશી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે શનિવારે ફાઇનાન્સ કંપની તથા આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)