એમવીએમાં સીટોનો મુદ્દો ઉકેલાઈ રહ્યો નથી: શરદ પવારે ભાજપની ટીકા કરી…
મુંબઈ: ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલા શરદ પવારે કહ્યું હતું કે રાજ્યની કુલ 288 બેઠકોમાંથી 90 થી 95 ટકા બેઠકો પર મહા વિકાસ અઘાડીમાં સર્વસંમતિ સધાઈ છે.
આ પણ વાંચો : કૉંગ્રેસના મુસ્લિમ નેતાએ ઉદ્ધવસેનાના બૉયકોટની હાકલ કરતા ખળભળાટ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. મહાયુતિ હોય કે મહાવિકાસ આઘાડી, બંને ગઠબંધનમાં ઘણી બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં હજુ પણ દુવિધા છે. દરમિયાન, મહાવિકાસ અઘાડી ગઠબંધન ઘટક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) ના વડા શરદ પવારે સોમવારે, નામાંકન ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલા, જણાવ્યું હતું કે રાજ્યની કુલ 288 બેઠકોમાંથી વિપક્ષ મહા વિકાસ આઘાડી (એમવીએ)માં 90થી 95 ટકા બેઠકો પર સર્વસંમતિ સધાઈ છે.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન શરદ પવારે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તેમની લડાઈ હરીફ રાજકીય પક્ષોમાં ભાગલા પાડનારા અને તેમની વિચારધારા સાથે સમાધાન કરનારાઓ સામે છે. તેમણે એવો દાવો કર્યો કે સત્તામાં બેઠેલા લોકોએ જનતાની સમસ્યાઓ હલ કરી નથી.
તેઓએ જે ન કરવું જોઈએ તે કર્યું
મહા વિકાસ આઘાડીમાં એનસીપી (એસપી), કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)નો સમાવેશ થાય છે. જૂન 2022માં શિવસેના બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ, જેના કારણે ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકારનું પતન થયું હતું, જ્યારે શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપીમાંથી તેમના ભત્રીજા અજિત પવાર જુલાઈ 2023માં શાસક ગઠબંધનમાં જોડાયા ત્યારે ભાગલા પડ્યા હતા. આ બાબતે નારાજી વ્યક્ત કરતાં શરદ પવારે કહ્યું હતું કે, જે લોકો સત્તામાં છે તેમણે જનતાની સમસ્યાઓ હલ કરી નથી. અમે એવા લોકો સામે લડી રહ્યા છીએ જેમણે રાજકીય પક્ષોમાં ભાગલા પાડ્યા છે, તેમની વિચારધારા સાથે બિનજરૂરી સમજૂતી કરી છે અને જે ન કરવું જોઈએ તે કર્યું છે.
આ પણ વાંચો : Assembly Election: MVA અને મહાયુતિ માટે બાકી સીટની ફાળવણી માટે કપરા ચઢાણ, જાણો કેટલી જાહેર કરવાની રહી?
સરકારની યોજના પર પવારે શું કહ્યું?
લાડકી બહેન યોજના જેવી સરકારની કલ્યાણકારી યોજનાઓને કારણે ચૂંટણીમાં વિપક્ષ માટે સંભવિત પડકારો વિશે પૂછવામાં આવતાં શરદ પવારે કહ્યું કે જેઓ આટલા લાંબા સમયથી સત્તામાં છે તેઓએ આવી કોઈ યોજના બનાવી નથી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે આ વર્ષની શરૂઆતમાં લોકસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને મોટો ફટકો પડ્યો તે પછી જ લાડકી બહેન યોજના શરૂ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં એમવીએને રાજ્યની કુલ 48 બેઠકોમાંથી 31 બેઠકો પર વિજય મળ્યો હતો.