આમચી મુંબઈમહારાષ્ટ્ર

સંજય રાઉતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું! કહ્યું- ‘ચહેરો ઉદ્ધવ ઠાકરે છે, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે’

મુંબઈ: શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ગઈકાલે ચાર જવાનો શહીદ થયા હતા, અમારા ગૃહ પ્રધાન માત્ર નિવેદનો કરે છે. તેઓ તેમની ફરજ નિભાવતા નથી. નષ્ટ કરો, નાશ કરો અને ચૂંટણી લડો, એ તેમનું વલણ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારો મુખ્ય પ્રધાનુપદનો ચહેરો ઉદ્ધવ ઠાકરે છે, અમે સ્ટેન્ડ લીધું છે અને બસ. કોંગ્રેસે દિલ્હીથી પરવાનગી લેવી પડશે, અમારે લેવાની જરૂર નથી. રવિવારે અમે અખિલેશ યાદવ સાથે વાત કરી હતી, સુપ્રિયા સુળે સાથે વાત કરી હતી, અમને તાકાત બતાવવાની જરૂર નથી.

અગાઉ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બને, તો તમે કોઈને કેવી રીતે રોકી શકો છો. કોંગ્રેસનો કોઈ ચહેરો હોય તો તેને તાત્કાલિક જાહેર કરવો જોઈએ, તેના પર પણ વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચો : ભાજપે ત્રીજી યાદીમાં જાહેર કરેલા 25 ઉમેદવારોમાં ફડણવીસના પીએ અને બે કોંગ્રેસના આયાતી ઉમેદવાર

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનું હાઈકમાન્ડ દિલ્હીમાં છે, તેથી વિધાનસભ્ય પણ ત્યાંથી જ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હાઈ-કમાન્ડ દ્વારા સીએમ ચહેરા માટે કોઈ નામ આપવામાં આવે તો જણાવજો. તે સામનાના પહેલા પાના પર પ્રકાશિત થશે.

આ સિવાય શિવસેના-યુબીટી સાંસદે સીએમ ચહેરા સાથેના નાના પટોલેના પોસ્ટર પર નિશાન સાધતાં કહ્યું હતું કે લોકો ખુશ રહે તે સારું છે, આ સિવાય લાડકી બહેન સ્કીમને લઈને મહાયુતિ સરકાર પર પ્રહાર કરતા રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્ય ઓવરડ્રાફ્ટ પર ચાલી રહ્યું છે. જો સરકાર પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા નથી તો આ યોજનાઓ માટે પૈસા ક્યાંથી આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button