સ્પોર્ટસ

ગંભીરને ઝટકો?: આફ્રિકાના પ્રવાસમાં ચીફ કોચ તરીકે લક્ષ્મણ જઈ શકે…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે, જેમાંથી બે મેચ રમાઈ ચૂકી છે. ન્યૂ ઝીલેન્ડે બંને મેચ જીતીને ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. હવે ત્રીજી મેચ પહેલી નવેમ્બરથી મુંબઈમાં શરૂ થશે. આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઇન્ડિયાના આગામી સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ગૌતમ ગંભીર નહી, પરંતુ વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે.

આ પણ વાંચો : ગૌતમ ગંભીર લાગવગથી કોચ બન્યા છે! આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટએ લગાવ્યો મોટો આરોપ

ન્યૂઝીલેન્ડ શ્રેણી બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે જ્યાં તેને ચાર મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ ગૌતમ ગંભીર આ પ્રવાસ પર કોચ તરીકે જશે નહીં.

તેમના સ્થાને એનસીએના વડા વી.વી.એસ. લક્ષ્મણ કોચની જવાબદારી સંભાળશે. એક અહેવાલ અનુસાર, લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મુખ્ય કોચ તરીકે મોકલવામાં આવશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ક્રિકબઝને આ વાતની પુષ્ટી કરી હતી. સાથે કોચિંગ સ્ટાફ પણ નવો હશે. સાઈરાજ બહુતુલે, હૃષીકેશ કાનિટકર અને સુભદીપ ઘોષ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર કોચિંગ સ્ટાફનો ભાગ હશે.

આ પણ વાંચો : બેન્ગલૂરુમાં ક્રિકેટરો માટેના નવા અદ્યતન સેન્ટરમાં શું-શું નવું છે, જાણો છો?

આ નિર્ણય એટલા માટે લેવામાં આવી શકે છે કારણ કે ગંભીર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જ્યાં ટીમ ઈન્ડિયા પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ન્યૂઝીલેન્ડ સીરીઝ બાદ ગંભીર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તૈયારી શરૂ કરશે, તેથી તેમના સ્થાને લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવી શકે છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker