અમદાવાદસ્પોર્ટસ

IND VS NZ: આવતીકાલે ભારત અને ન્યૂ ઝીલેન્ડની મહિલા ટીમની છેલ્લી વન-ડે, કઈ ટીમ જીતશે સિરીઝ?

અમદાવાદ: ભારતીય મહિલા ટીમ આવતીકાલે અહીં ન્યૂ ઝીલેન્ડ સામે ત્રણ મેચની શ્રેણીની છેલ્લી વન-ડે મેચ રમવા ઉતરશે. સીરિઝ જીતવા માટે ભારતીય મહિલા ટીમના બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કરવું પડશે.

આ પણ વાંચો : વૉટ એ કૅચ! રાધા યાદવની જૉન્ટી રહોડ્સની સ્ટાઇલમાં ડાઇવ…

રવિવારે બીજી વનડેમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જીતવા માટેના 260 રનનો પીછો કરતા ભારતે 108 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. રાધા યાદવ (48) અને સાઇમા ઠાકોર (29)એ નવમી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરીને ટીમને શરમજનક હારમાંથી બચાવી હતી. ભારતીય ટીમ 183 રનમાં આઉટ થઈ ગઈ હતી.
આ પહેલા સીરિઝની પ્રથમ મેચમાં પણ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને 59 રનથી જીત અપાવી હતી. સીરિઝમાં ભારતીય ટીમ ઓપનર સ્મૃતિ મંધાના પાસે સારા પ્રદર્શનની આશા રાખશે. શેફાલી વર્માની સાથે કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને તેજલ હસબનીસ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહી છે.

મંધાનાના ખરાબ ફોર્મના કારણે ભારત સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વિશ્વની શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાંની એક મંધાના છેલ્લી કેટલીક મેચોમાં રન કરવા માટે સંઘર્ષ કરી રહી છે. સીરિઝની પ્રથમ બે મેચમાં તે ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી નથી.

આ પણ વાંચો : મનિકા બત્રાએ ભારતીય ટેબલ ટેનિસમાં રચ્યો ઇતિહાસ…

બીજી તરફ ભારતીય બોલરોનું પ્રદર્શન સરાહનીય રહ્યું છે. ટીમે શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને 168 રનમાં સમેટી દીધી હતી. બીજી મેચમાં રાધા યાદવ (ચાર વિકેટ)ના નેતૃત્વમાં ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરીને ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને 259 રન સુધી સીમિત કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી છેલ્લી મેચમાં અનુભવી સુઝી બેટ્સ (58) અને કેપ્ટન સોફી ડિવાઇન (79)ની શાનદાર બેટિંગ ટીમને મનોબળ વધારનારી જીત તરફ દોરી ગઈ હતી.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker