ધનતેરસના દિવસે ધનની નહીં ધનવન્તરીની પૂજા કરો, જાણો શું છે કારણ…
આમ તો અગિયારસથી જ દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે, પરંતુ ધનતેરસ આવે એટલ દિવાળીનો ખરો માહોલ જામે છે. ધનતેરસ (Dhanteras)નામ પ્રમાણે ધન એટલે કે લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાનો દિવસ છે અને આ દિવસે લોકો ખાસ સોનુ ચાંદી ખરીદે છે, પરંતુ આ દિવસ ખાસ આરોગ્યના દેવ ધનવન્તરી માટે છે અને આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે તે માટે ધવન્તરીની પૂજા કરવાનો દિવસ છે. (Diwali Festivals special)
આ પણ વાંચો : ધનતેરસ પર ખરીદો આ ચીજો, આખું વરસ ધન-ધાન્યની નહીં થાય કમી…
પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે તેરસની તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. તો આવો જાણીએ ધનવન્તરીની પૂજા કરવા પાછળની કથા શું છે અને તેનું મહત્વ શું છે.
આ પણ વાંચો : આ ચોપડા પૂજને બ્રાન્ડનો સાથિયો કરજો…!
કોણ છે ધનવન્તરી ?
ધાર્મિક ગ્રંથો અનુસાર, ધન્વંતરીની (Dhanvantari) ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. દંતકથા અનુસાર, તે ધન્વંતરી જ હતા જે અમૃતનું પાત્ર લઈને બહાર આવ્યા હતા જેના માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. તેઓ આયુર્વેદના પ્રણેતા અને તબીબી ક્ષેત્રે દેવતાઓના ચિકિત્સક તરીકે જાણીતા છે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો ધરતી દેવલોકના પહેલા ડોક્ટર હતા. તેથી ધન્વંતરીને આરોગ્ય આપનારા કરનાર દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
આ પણ વાંચો : 40 વર્ષ બાદ દિવાળી પર બનશે શુભ યોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરીયડ…
દંતકથા અનુસાર, અમૃત માટે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથનમાંથી એક પછી એક બધા 14 રત્નો બહાર આવ્યા, જેમાં છેલ્લો એક અમૃતનો કલશ હતો જેની સાથે ધન્વંતરી પ્રગટ થયા. જે દિવસે ધન્વંતરી અમૃતના પાત્ર સાથે પ્રગટ થયા તે કારતક શુક્લ પક્ષની તેરસનો દિવસ હતો. તેથી ધનતેરસના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : દિવાળીના દિવસોમાં દીપદાનનું મળે છે અક્ષય પુણ્ય
તો આજે સોનાચાંદી ખરીદી શકો કે નહીં તે અલગ વાત છે, પરંતુ એવી ટેવો અને જીવનશૈલી ચોક્કસ વિકસાવો કે આખું વર્ષ બીમારી ન આવે અને તમે તાજામાજા રહો.