ઘાટકોપર અને બોરીવલીની બેઠકો સહિત ભાજપની ત્રીજી યાદી જાહેર…
મુંબઈઃ ભાજપની 25 ઉમેદવારની ત્રીજી યાદી બહાર પડતા જ મુંબઈની બે મહત્વની બેઠકોની અટકળોને પણ વિરામ મળ્યો છે. મુંબઈમાં ગુજરાતી મતદારો સારી સંખ્યામાં ધરાવતી ઘાટકોપર પૂર્વ અને બોરીવલીની બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે. ઘાટકોપર પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય પરાગ શાહ અને બોરીવલીમાં સંજય ઉપાધ્યાયને ટિકિટ આપવામાં આવી છે. બોરીવલીના વર્તમાન ધારાસભ્ય સુનીલ રાણેનું પત્તું કપાયું છે.
આ પણ વાંચો : ઓ સાહેબો, હવે તો ઉમેદવારો જાહેર કરો, કાલે છેલ્લો દિવસ છે
આ ઉપરાંત મુંબઈની વર્સોવા બેઠક પર ડો. ભારતી લવ્હેકરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વસઈ બેઠક પરથી સ્નેહા દુબે, દહાણુ બેઠક પરથી વિનોદ મેઢાને ટિકિટ મળી છે.
આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજ સાંજ સુધીમાં બધી બેઠકોની યાદી જાહેર થાય તેવી સંભાવના છે. હજુ મહાયુતીની 28 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
આ પણ વાંચો : કોંગ્રેસે 14 ઉમેદવાર જાહેર કર્યાં, અંધેરી અને ઔરંગાબાદના ઉમેદવાર બદલ્યા…
ભાજપે અત્યાર સુધીમાં 146 ઉમેદવાર જાહેર કર્યાં
ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 146 ઉમેદવારને ટિકિટ આપી છે, જેમાં પહેલી યાદીમાં 99, બીજી યાદીમાં 22 અને ત્રીજી યાદીમાં 25 ઉમેદવાર જાહેર કર્યાં છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 146 ઉમેદવારને જાહેર કર્યાં છે. સૌથી પહેલી યાદીમાં ભાજપે અશોક ચવ્હાણની દીકરી જયા અશોક ચવ્હાણને ભોકરની બેઠક પરથી નામ જાહેર કર્યું હતું. ભાજપે મોટા ભાગના વિધાનસભ્યોને રિપિટ કર્યા છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશપ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને કામઠી અને રાજ્ય સરકારના પ્રધાન સુધીર મુનગંટીવારે બલ્લાપુરથી ટિકિટ આપી હતી.