ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ભક્તિ મહારાણી પ્રભુની પ્રિય છે 

અલૌકિક દર્શન -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

શબ્દ-૩-સતસંગ:

ભજન – ૧

ભાઈ રે નિત્ય રહેવું સતસંગમાં ને જેને આઠે પહોર આનંદ રે.

આ સતસંગ એટલે શું? ડેલીમાં બેઠા-બેઠા થોડીક વાતું કરીએ – ગપ્પાં મારીએ એટલે સતસંગ થઈ જાય? ના, સતસંગનો એવો અર્થ નથી, અંદર જે સત બેઠો છે એનો સંગ તે સતસંગ છે, અંદર એક આતમ તત્ત્વ બેઠું છે એ સત છે, એમાં નિત્ય ડૂબકી મારવી પાનબાઈ, નિત્ય રહેવું સતસંગમાં એટલે રોજ એ આત્મતત્ત્વનો, સતતત્ત્વનો સંગ કરવો એ સતસંગનો અર્થ છે.

| Also read: ભારતીય તહેવારોની ઉજવણી

શબ્દ – ૪ – તુરીયાનો તાર :

ભજન – ૨

ભાઈ રે આઠે પહોર મનમસ્ત રે’વે જેને જાગી ગયો તુરીયાનો તાર

આ તુરીયા શું છે? ‘યોગસૂત્ર’માં માનવચિત્તની ચાર અવસ્થાઓનું વર્ણન છે. જાગૃત અવસ્થા, નિદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા આ ત્રણનો તો સૌને અનુભવ છે જ. એ ત્રણથી પાર એક ચોથી અવસ્થા છે જેને તીરાય, ચતુર્થ અવસ્થા કહેવાય છે. ચતુર્થને જ અહીં અપભ્રંશમાં તુરીયા કહ્યું છે, તુરીયાનો તાર એટલે આ ત્રણેયથી બહાર નીકળીને જે અવસ્થા છે, ચતુર્થ અવસ્થા, આત્માની અવસ્થા છે. તેની સાથે જો તમારો તાર જાગી જાય, તુરીયાનો તાર જાગે, તો આઠેય પહોર મનમસ્ત થઈને રહેવાય. એ તુરીયાનો તાર – ચતુર્થ અવસ્થા થકી જેનું સંધાન થયું એવી સ્થિતિ એમ સમજવું જોઈએ.

શબ્દ – ૫ – પદમણી પ્રેમદા :

ભજન – ૩

ભક્તિ હરિની પદમણી પ્રેમદા, રહે છે જે હરિની પાસ.

પદમણી પ્રેમદા એટલે શું? સંસ્કૃત સાહિત્યમાં નાયિકા ભેદનું કથન આવે છે, સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રીઓના ચાર પ્રકાર ગણાવ્યા છે: શંખિણી, ચિત્રણી, હસ્તિની અને પદ્મિની. સર્વશ્રેષ્ઠ સ્ત્રી હોય, શીલવાન, રૂપવાન, ગુણવાન, જાજરમાન એવી સ્ત્રીને પદ્મિની કહેવાય છે. અહીં પદ્મિની ઉપરથી પદમણી શબ્દ બન્યો છે અને પ્રેમદા એટલે પ્રિયતમા, ભક્તિ હરિની પદમણી પ્રેમદા એટલે ભક્તિ પ્રભુની પદમણી પ્રેમદા છે, રહે છે જે હરિની પાસ – ભગવાનની એ પ્રિયતમા છે, ભક્તિ મહારાણી પ્રભુની પ્રિય છે, ભક્તિ પ્રિયતમા છે, પણ કેવી? પદ્મિની પ્રિયતમા. ભક્તિ હરિની પદમણી પ્રેમદા રહે છે. હરિને જોને પાસ રે – આવો આ પાંચમા શબ્દનો અર્થ છે.

શબ્દ – ૬ – અભયભાવ :

ભજન – ૩

નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય રે.

અભયભાવનો અર્થ સમજવા જેવો એ, એક છે અભય, આપણે બધા જાણીએ છીએ, બીજો ભાવ છે નિર્ભયતા, એ પણ જાણીએ છીએ. અભયભાવ જુદી વસ્તુ છે, નિર્ભયતા નહીં. અભય અને નિર્ભયતા તો સામસામે છે, દ્વંદ્વ છે. ભય નિર્ભય બંનેથી અભય પર છે. સિંહ વાઘથી નિર્ભય રહેવું સહેલું છે, પણ નિંદાસ્તુતિથી પર રહેવું એ ઘણું કઠિન છે, કારણ કે કીર્તિ માનવીની અંતિમ કમજોરી છે. કીર્તિ માનવીની અંતિમ કમજોરી એટલે અહીં કહે છે. ગંગાસતી, નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય. નિર્ભયતાની વાત નથી, નિર્ભય રહેવું સહેલું છે, ભયભીત સહેવું સૌથી સહેલું પણ બંનેથી પાર એક અભયભાવ છે. ઉપનિષદમાં કહ્યું છે: ‘રુદ્યટ્રિૂળ ટજ્ઞ ધર્રૂૈ ધમરુટ’ જ્યાં સુધી દ્વિતીયા છે, ત્યાં સુધી ભય છે, કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ છે ત્યાં સુધી ભય છે. અહીં એક જ દ્વંદ્વની વાત કરી છે, પણ દ્વંદ્વ તો ઘણાં છે અને ઉપલક્ષણ કહેવાય, અનેક વસ્તુઓનું નિરૂપણ કરવું હોય ત્યારે, એને બદલે એક કહેવામાં આવે અને બાકીના સમજી લેવાય એને ઉપલક્ષણ કહેવાય, તો રાગ-દ્વેષ, દુ:ખ-સુખ, મારું-તારું, ઉષ્ણતા-ઠંડી આ બધા દ્વંદ્વ છે. એમાંથી એક દ્વંદ્વનું કથન અહીં કર્યું છે. નિંદા અને સ્તુતિ એટલે કે બધા દ્વંદ્વથી જે પર થાય, નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, સુખ-દુ:ખ જ્યારે સમાન થાય, મારું-તારું સમતુલ્ય ભાસે, રાગ-દ્વેષ સમતુલ્ય થાય, બધાથી પાર થઈ જવાય ત્યારે અભયભાવ કહેવાય એમ ગંગાસતી કહે છે.

શબ્દ – ૭ – ઊભરો :

ભજન – ૫

ભાઈ રે અંતર ભંગ્યા વિના ઊભરો નહીં આવે, પછી તો હરિ દેખાય સાક્ષાત્ રે.

આ ઊભરો એટલે શું? તમે કહેશો અમને ખબર છે, ચામાં ઊભરો આવે, દૂધમાં આવે – ના! આપણે નથી જાણતા, ઊભરાની આપણને ખબર નથી, એ પહેલા સ્વીકારી લઈએ. આપણે માની લઈએ છીએ કે આપણું દુ:ખ સમજાઈ ગયું. વિદ્યાર્થી કહેતો હોય કે મમ્મી-પપ્પા મને બધું આવડે, પરિણામ આવે ત્યારે ખબર પડે કે તને શું આવડે, એમ આપણે માની લઈએ કે ઊભરો શું એ અમને ખબર છે, પણ ના ખબર નથી. અંતર ભાંગ્યા વિના ઊભરો નહીં આવે, અંતર ભાંગવું એટલે શું? સાધનાનો પ્રારંભ તો અહંકારથી જ થાય છે. સાત્ત્વિક અહંકાર હોય તો પણ એ છે તો અહંકાર. વિભીષણ હોય તોય છે તો અસુર ને? સાધનાનો પ્રારંભ અહંકારથી જ થાય. ‘હું’ સાધના કરું છું એવો અહંકાર. મારે સાધના કરવી એ અહંકાર. ‘મારે’ પરમાત્માને પામવા છે, પણ એ બોલે છે તો અહંકાર જ. જ્યારે અહંકાર વિલીન થાય, ત્યારે સાધનાનો અંકુશ, ચાર્જ અહંકારને સ્થાને અંતરાત્મા લઈ લે છે અને ત્યારે ઊભરો આવે છે. જ્યાં સુધી અહંકાર સાધના કરે છે, ત્યાં સુધી ઊભરો આવતો નથી. અંતરાત્માને પરમાત્માને વચ્ચે એક પડદો છે, એ પડદાનું નામ છે અહંકાર. જ્યારે અહંકારનું વિલીનીકરણ થાય ત્યારે અંતરાત્મા પરમાત્માને પામવા માટે ઉછાળા મારે એને ઊભરો કહેવામાં આવે છે અને એ ઉછાળાને ઉભરો કહ્યો છે, એ ઉછાળા મીરાંએ જોયા છે, ગંગાસતીએ અનુભવ્યા છે, રામકૃષ્ણ પરમહંસે જોયા છે, લલ્લેશ્ર્વરીએ અનુભવ્યા છે. એ ઊભરો જેને સામાન્ય અર્થમાં ઊભરો કહેવાય તેની વાત નથી, અહંકારનું વિલીનીકરણ થાય ત્યારે ઊભરા આવે એમ અર્થ છે અને પછી શું થાય, પછી તો હરિ દેખાય સાક્ષાત્ રે!

| Also read: બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૭

શબ્દ – ૮ – શીશ ઉતારો :

ભજન – ૫

એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ, તો-તો રમાડું બાવનની બહાર.

શીશ એટલે ધડ પરનું માથું કાપવું એમ નથી, એ કાપવું તો સહેલું છે, કમળપૂજાની વાત નથી. અંદર એક બકરો બેઠો છે, ‘મેં’ ‘મેં’ કરે છે, યજ્ઞમાં બકરાનું બલિદાન અપાય, બકરો એટલે શિંગડાવાળો બકરો નહીં, ‘મેં’ ‘મેં’ બોલતા બકરાની વાત છે, મીનપિયાસીએ કહ્યું છે, એ કબૂતરોનું ‘ઘૂ ઘૂ ઘૂ’, ચકલા બોલે ‘ચૂં ચૂં ચૂં’, છછૂંદરોનું ‘છૂં છૂં છૂ’ં, એમ માનવ બોલે ‘હું હું હું’ એ અંદર બેઠેલ બકરા, અહંકારના શીશને કાપને ગંગાસતી કહે છે, એમ તમે શીશ ઉતારો એટલે તમે અહંકારને છોડી દો, કબીરે કહ્યું છે ને, ‘શીશ કાટી ભૂધરે, તાપર રાખે પૈર’, પોતાનું મસ્તક પોતાના હાથથી કાપી એના પર પગ મૂકવાની તૈયારી છે? ‘પ્રેમ ન બાડી નિપજે, પ્રેમ ન હાથ નિકાય, રજા પ્રજા જેહી ચાહે, શીશ દેહી લઈ જાય’ આ સ્થૂળ શીશની વાત નથી, અંદર જે અહંકાર બેઠો છે એના બલિદાનની વાત છે, એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો-તો રમાડું બાવનની બહાર એમ કહે છે.

શબ્દ – ૯ – બાવનની બહાર :

ભજન – ૫

એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ, તો-તો રમાડું બાવનની બહાર.

સામાન્ય રીતે આપણે એમ અર્થ લઈએ કે બાવન એટલે બાવન અક્ષરની બહાર, એ અર્થ સાચો નથી, આપણે એમ માનીએ કે બાવન એટલે બાવન અક્ષરની બહાર, તો એ પણ શું? માની લીધું કે અક્ષર બાવન છે એટલે બાવનની બહાર, પણ એટલે શું? એનો એવો અર્થ નથી. સાંખ્યમાં તત્ત્વોની ગણના આવે છે, સાંખ્ય શબ્દનો અર્થ જ છે ‘લબ્રઇં અળ્ંરૂળ્રૂટજ્ઞ ઇરુટ લર્ળ્ંૈરૂ’ આપણા શરીરના બ્રહ્માંડના તત્ત્વોને ‘લબ્રઇં અળ્ંરૂળ્રૂટજ્ઞ’ એટલે સારી રીતે જે ગણના કરે તેને સાંખ્ય કહેવાય, સાંખ્યને અનેક પરંપરા છે, ઈશ્ર્વર કૃષ્ણની પરંપરા, કપિલ ભગવાનની પરંપરા, ‘શ્રીમદ્ ભાગવત’માંય સાંખ્ય છે, ‘ભગવદ્ગીતા’માં સાંખ્ય છે. સામાન્ય રીતે સાંખ્યમાં ચોવીસ તત્ત્વો છે એમ મનાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ મહાભૂત, પાંચ તન્માત્રા, મન, અહંકાર અને મહત્ આ ત્રેવીસ થયા અને ચોવીસમી મૂળ પ્રકૃતિ છે અને પચીસમું પુરુષ આત્મતત્ત્વ, એટલે સાંખ્યમાં આપણે પચીસ તત્ત્વો માનીએ છીએ, પણ અતિ પ્રાચીનકાળમાં સાંખ્યની એક એવી પરંપરા મળી આવી છે, જેમાં બાવન તત્ત્વોની ગણના છે, બાવનની બહાર એટલે પ્રકૃતિથી બહાર, પ્રાચીન પરંપરામાં સાંખ્યમાં આ બાવન તત્ત્વો હતાં, બાવનની બહાર રમાડું એટલે સાંખ્ય પ્રકૃતિના તત્ત્વોથી પાર આત્મતત્ત્વમાં લઈ જાઉં એવો અર્થ થાય છે.                                                                                  

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker