ટોપ ન્યૂઝનેશનલ

અખનુરમાં LOC નજીક ટેરરિસ્ટ એટેકઃ 3 આતંકવાદી ઠાર

જમ્મુઃ જમ્મુ કાશ્મીરના જમ્મુ જિલ્લા સ્થિત અખનુરમાં એલઓસી નજીક ભારતીય આર્મીના કાફલા પર સવારે આતંકવાદીઓ દ્વારા અંધાંધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવ પછી અહીંના વિસ્તારમાં તંગદિલી વ્યાપી હતી. ફાયરિંગ કરનારા આતંકવાદીની સંખ્યા ત્રણથી ચાર હતી, જ્યારે એક આતંકવાદી સ્થાનિક મંદિરની આસપાસ છુપાયો હતો. જોકે, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાનમાં લઈને જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય આર્મી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થયા પછી ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. હુમલામાં અન્ય કોઈ ઘાયલ થયું હોવાની ખબર નથી, પરંતુ સવારે આતંકવાદીઓએ જ્યારે એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો ત્યારે આર્મીએ તેનો જવાબ આપ્યો હતો.

| Also read: જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર વધુ એક આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ



અહીંના વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યા પછી સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બંને દિશામાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આર્મીની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે, જ્યારે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

પ્રાથમિક માહિતીમાં અમુક આતંકવાદીઓ મંદિરમાં ઘૂસીને મૂર્તિને ખંડિત કરી હતી, પરંતુ ત્યાંના લોકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું. ત્યાંથી ભાગતી વખતે આતંકવાદીઓએ એમ્બુયલન્સ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આર્મીએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલા મુદ્દે જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે જમ્મુ જિલ્લાના અખનુરના અસ્સાન સ્થિત મંદિર નજીક ત્રણ આતંકવાદી જોવા મળ્યા હતા.

| Also Read: વસ્તી ગણતરી અંગે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત, રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ શરુ

એલઓસી નજીકના પલાવાલા સેક્ટર નજીકના સરહદી ગામ બટલ સ્થિત શિવ મંદિરમાં સવારે સાત વાગ્યે ત્રણ આતંકવાદી જોવા મળ્યા હતા, જે આર્મીના પહેરવેશ અને હથિયારોમાં સજ્જ હતા. ત્રણેય આતંકવાદીએ ટ્યુશન સેન્ટર ચલાવી રહેલા માસ્ટર મનોજ કુમારે પણ જોયા હતા. આતંકવાદીઓને જોયા પછી હું ત્યાંથી જતો રહ્યો હોવનું ટ્યુશન ટિચરે જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે ફાયરિંગ લોકેશનથી આર્મીનું એક યુનિટ 500 મીટર નજીકમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button