નેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી વિવાદમાં: ગેરી કર્સ્ટને કોચ પદથી રાજનામું આપ્યું, જાણો શું છે કારણ

લાહોર: પાકિસ્તાન ક્રિકેટ મેદાન પર રમત કરતા, મેદાનની બહારના વિવાદને કારણે વધુ ચર્ચા રહે છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ ફરી ચર્ચામાં છે. ટીમના કોચ ગેરી કર્સ્ટને (Gary Kirsten) રાજીનામું આપી દીધું છે. વન ડે અને T20 માટે કોચનું પદ સંભાળ્યાના છ મહિના બાદ જ કર્સ્ટને રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(PCB) આ અંગે જાણકારી આપી છે. ટેસ્ટ કોચ જેસન ગિલેસ્પી આવતા અઠવાડિયે શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝમાં કર્સ્ટનની જગ્યા લેશે.
દક્ષિણ આફ્રિકાના કર્સ્ટનને 2011 ODI વર્લ્ડ કપમાં ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમને આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનની વન-ડે અને T20 આંતરરાષ્ટ્રીય ટીમોના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પીસીબીએ રવિવારે જ્યારે બાબર આઝમના સ્થાને કેપ્ટન તરીકે વિકેટકીપર મોહમ્મદ રિઝવાનની જાહેરાત કરી ત્યારે કર્સ્ટન હાજર ન હતા, ત્યારથી એવું અનુમાન હતું કે તેઓ રાજીનામું આપી શકે છે.

અગાઉ અહેવાલ હતાં કે ગેરી કર્સ્ટની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે દલીલો થઇ હતી, જેને કારણે તેઓ નાખુશ હતાં. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે સામેની આગામી સિરીઝ માટે ટીમની પસંદગી અને ટીમની જાહેરાત અંગે ગેરી કર્સ્ટન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે અસંમત હતા. પીસીબીએ ટીમમાં ગેરી કર્સ્ટનના સૂચનોને ધ્યાનમાં લીધા નહોતા, ત્યાર બાદ અણબનાવ વધુ વણસી ગયો હતો.

આ પણ વાંચો…..ભારતની મહિલાઓ પણ ન્યૂ ઝીલૅન્ડ સામે હારી ગઈ

ગેરી કર્સ્ટનને બે વર્ષના કરાર પર એપ્રિલ 2024માં પાકિસ્તાન ટીમના વનડે અને T20 કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શને કારણે પીસીબી અને તેની પસંદગી સમિતિએ ગેરી કર્સ્ટનની નિમણૂક પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button