આપણું ગુજરાત

એક તો પાછોત્તરા વરસાદે પાક બગાડ્યો અને હવે ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોએ ઠાલવી વ્યથા

મોડાસાઃ ગુજરાતમાં એક તરફ સારા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન સારું થયું છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ગયા અઠવાડિયે પડેલા વરસાદે ખેડૂતોનું નુકસાન પણ કર્યું છે. આ સ્થિતિમાં હવે એપીએમસીમાં તેમના માલનો તેમનો પૂરતો ભાવ ન મળતો હોવાનો કકડાટ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સરકારે મગફળીના ટેકાના ભાવો રૂ. 1356 જાહેર કર્યા છે પરંતુ ખેડૂતોને હરાજીમાં ઓછા ભાવ મળતાં ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયામાં મગફળીના પાકની 36,334 બોરીની આવક નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અરવલ્લી જિલ્લામાં ચોમાસા દરમિયાન 55, 000 હેક્ટર કરતાં વધુ જમીનમાં મગફળીની વાવણી થઈ છે. બીજી બાજુ પાછોતરા વરસાદના કારણે મગફળીના પાકમાં ખેડૂતોને નુકસાની ભોગવવાની ભોગવાનો વારો આવ્યો છે. ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પૈસાની જરૂરિયાત ઉભી થઈ છે. પરિણામે ખેડૂતોને વેપારીઓ નક્કી કરે તે ભાવે મગફળી વેચવા મજબુર બન્યા છે.

મોડાસા યાર્ડમાં માત્ર એક અઠવાડિયામાં 36,334 મગફળીની બોરીની આવક થઈ હોવાનું નોંધાયું છે. ખેડૂતોને 19મી ઓક્ટોબર થી 26મી ઓક્ટોબર દરમિયાન યાર્ડમાં મગફળીના પાકના પ્રતિ મણ રૂ. 860 થી સૌથી વધુ રૂ. 1345 સુધીનો જાહેર હરાજીમાં ભાવ મળ્યો છે.

અરવલ્લી જિલ્લાના ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળીના ટેકાના ભાવો રૂ. 1356.60 પ્રતિ મણ જાહેર કર્યા છે તેમ છતાં પણ મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જાહેર હરાજીમાં રૂ.60 થી 100 અને રૂ. 200 સુધીના ઓછા ભાવ મળતાં ખેડૂતો નિરાશ છે.

Also Read – Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, ભૂજમાં મહત્તમ તપામાન…

મોડાસા માર્કેટ યાર્ડમાં લાભ પાંચમથી ખરીદી શરૂ થશે. મોડાસા યાર્ડ સત્તાવાળાઓ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને તા. 28 ઓક્ટોબરથી તા. 5 નવેમ્બરને મંગળવાર સુધી માર્કેટ યાર્ડમાં કાચા માલની જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. 6 નવેમ્બરને બુધવારને લાભ પાંચમથી ખરીદી રાબેતા મુજબ શરૂ કરવાની હોવાનું જણાવાયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button