ટોપ ન્યૂઝનેશનલ

વસ્તી ગણતરી અંગે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત, રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ શરુ

નવી દિલ્હી: છેલ્લા 13 વર્ષથી દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં (Census in India)આવી નથી, વિપક્ષ જાતી વસ્તી ગણતરીની માંગ કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વસ્તી ગણતરીને અંગે મોટી માહિતી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે આગામી વર્ષ 2025થી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. કોરોના પાનડેમિકને કારણે, 2021 માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી.

સુત્રોએ આપેલી માહિતી મુજબ હવે વસ્તી ગણતરીની સાયકલ પણ બદલાશે. અત્યાર સુધી દાયકાની શરૂઆતમાં વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. અગાઉ વર્ષ 1991, 2001, 2011 વગેરેમાં શરૂ થતી હતી. જો કે હવે 2025 પછી આગામી વસ્તી ગણતરી 2035, 2045, 2055માં શરુ થશે.

વસ્તી ગણતરી હવે 2025 માં શરૂ થવાની સંભાવના છે. જો કે, વસ્તી ગણતરી શરૂ કરવાની તારીખ હજુ નક્કી થઈ નથી, પરંતુ રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ ચાલી રહી છે. અનુમાન મુજબ કે વસ્તી ગણતરીમાં ઓછામાં ઓછો 2 વર્ષનો સમય લાગશે.

વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા સીટોનું સીમાંકન પણ શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ જાતિ ગણતરીની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.

Also Read – જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર વધુ એક આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

સામાન્ય રીતે વસ્તી ગણતરી દરમિયાન ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે. સામાન્ય, અનુસૂચિત જાતિ અને જનજાતિની ગણતરી કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લોકોને એ પણ પૂછવામાં આવી શકે છે કે તેઓ કયા સંપ્રદાયના અનુયાયીઓ છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં, લિંગાયતો, જેઓ સામાન્ય વર્ગના છે, તેઓ પોતાને એક અલગ સંપ્રદાય માને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button