શુભમન ગિલને થયો ડેન્ગ્યૂ, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં રમવા પર સસ્પેન્સ
ચેન્નઇ: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં પોતાનું અભિયાન શરૂ કરે તે અગાઉ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની તબિયત બગડી છે. એક રિપોર્ટ અનુસાર, શુભમન ગિલને ડેન્ગ્યૂ થયો છે.
વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તેના રમવા પર સસ્પેન્સ છે. જો કે પાકિસ્તાન સાથેની મેચ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે. ગિલનું રવિવારની મેચમાં રમવું શંકાસ્પદ છે. જો ગિલ નહીં રમે તો ઇશાન કિશન અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરી શકે છે.
ગિલ તાજેતરના સમયમાં વન-ડેમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ચેન્નઈ પહોંચ્યા બાદથી શુભમનને ખૂબ જ તાવ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. ટેસ્ટ બાદ પ્રારંભિક મેચમાં તેની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે. ગિલનો ડેન્ગ્યૂ ટેસ્ટ પોઝિટિવ આવતા તે વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં રમી શકશે નહી.
શુભમન ગિલ આ વર્ષે ભારતનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે વન-ડેમાં એક હજારથી વધુ રન કર્યા છે જેમાં બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. જો ભારતે વર્લ્ડ કપ જીતવો હોય તો તેમાં ગિલની ભૂમિકા ઘણી મહત્વની રહેશે. ઉ