IMFની લોન બાદ પણ પાકિસ્તાન કફોડી હાલતમાં, હવે ચીન સામે હાથ ફેલાવ્યો
પાકિસ્તાનની આર્થિક હાલત સતત કથળી રહી છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે ચીન પાસેથી 10 અબજ યુઆન એટલે કે લગભગ 1,4 અબજ ડોલરની વધારાની લોન માગી છે. પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાણા પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબ વોશિંગ્ટનમાં IMF(ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક દરમિયાન ચીનના ઉપ નાણા પ્રધાન લિયાઓ મીનને મળ્યા હતા અને તેમની સાથે સ્વેપ કરારની મર્યાદા વધારીને 40 અબજ યુઆન કરવા વિનંતી કરી હતી.
| Also Read: ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું X એકાઉન્ટ સસ્પેન્ડ, છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે…..
અહેવાલો અનુસાર જો પાકિસ્તાનની માંગને સ્વીકારે છે તો પાકિસ્તાનને આપવામાં આવેલી તેની કુલ વેપાર સુવિધા 5.7 અબજ ડોલર સુધી પહોંચી જશે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને લોનની મર્યાદા વધારવાની વિનંતી કરી હોય. પાકિસ્તાન અગાઉ પણ પોતાની લોન વધારવા માટે ચીન સમક્ષ પોતાનો પ્રસ્તાવ રજૂ કરી ચૂક્યું છે પરંતુ ચીને તેનો સ્વીકાર કર્યો નથી.
અગાઉ પાકિસ્તાનને બેલ આઉટ પેકેજ આપતા પહેલા આઈએમએફએ તેના દેવાદારો પાસેથી લીધેલી લોન માટે સમયમાં મર્યાદા વધારવાની શરત રાખી હતી ત્યારબાદ પાકિસ્તાની ચીન અને સાઉદી અરેબિયાને તેની મજબૂરીનું કારણ આપીને સમય મર્યાદા વધારવા વિનંતી કરી હતી. બાદમાં ચીની સરકારે પાકિસ્તાનની લોનની સમય મર્યાદા વધારી દીધી હતી. જેથી તેને આઈએમએફ પાસેથી બેલ આઉટ પેકેજ મળ્યું હતું.
| Also Read: ફરી કંગાળ પાકિસ્તાને મદદ માટે ચીન સામે ખોળો પાથર્યો!
ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે તાજેતરની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન બંને દેશોએ કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં પાકિસ્તાનની લોનની ચુકવણીની મુદ્દત 2027 સુધી લંબાવવામાં આવી હતી. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. આઈએમએફ પેકેજ પહેલા પીએમ શાહબાજ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન માટે આ છેલ્લું બેલ આઉટ પેકેટ હશે. જો કે આ માટે માત્ર સરકારને જ નહીં પરંતુ લોકોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.