ઇન્ટરનેશનલ

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું X એકાઉન્ટ સસ્પેન્ડ, છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે…..

તેહરાન: ઇઝરાયલે ઈરાન પર કરેલા રોકેટ મારા બાદ ઈરાને વળતા હુમલાની (Israel-Iran Tension) ચેતવણી આપી છે, ઈરાન કોઈ પણ સમયે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે, જેને કારણે મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. એવામાં એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈરાનના નેતા આયાતુલ્લા અલી ખામેની (Ayatollah Ali Khamenei) દ્વારા ખોલવામાં આવેલુ હિબ્રુ ભાષાનું એકાઉન્ટ માત્ર બે પોસ્ટ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

આયાતુલ્લા અલી ખામેનીના હિબ્રુ ભાષાના X અકાઉન્ટ પરથી રવિવારે કરવામાં આવેલી પોસ્ટમાં લખાવમાં આવ્યું કે , “ઝયોનિસ્ટ રિજાઈમે ભૂલ કરી છે, તેમણે ઈરાન અંગેની તેમની માન્યતામાં ભૂલ કરી છે. અમે તેને સમજાવીશું કે ઈરાની રાષ્ટ્રની શક્તિ, ક્ષમતા, પહેલ અને ઈચ્છા શું છે.”

અગાઉ શનિવારે હિબ્રુ ભાષાની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “દયાળુ અલ્લાહના નામે.” ગયા અઠવાડિયે ઈરાનના સૈન્ય લક્ષ્યો પર ઈઝરાયેલના હુમલા બાદ બંને પોસ્ટ કરવામાં આવી છે.

Also Read – Israel-Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હુમલો, તહેરાનમાં સૈન્ય મથકો પર બોમ્બમારો

તેમના મુખ્ય X એકાઉન્ટ પર ખામેની ઘણીવાર હિબ્રુ ભાષામાં પોસ્ટ કરે છે, ઘણીવાર ઇઝરાયેલ વિરુદ્ધ કડક ભાષાનો ઉપયોગ કરે છે.

ઈરાને જણાવ્યું હતું કે ઈઝરાયેલે મિસાઈલ ઉત્પાદન ફેક્ટરી, સર્ફેસ ટૂ એર મિસાઈલ એરે અને અન્ય સ્થળોએ એક સાથે એર સ્ટ્રાઈક કરી હતી. લશ્કરી સ્થળોને નિશાન બનાવતા ઈઝરાયેલી હવાઈ હુમલામાં બે સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલાનો બદલો લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button