Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, ભૂજમાં મહત્તમ તપામાન 40 ડિગ્રી નોંધાયું
![Double monsoon season in Gujarat: Temperatures crossed 40 degrees in two cities](/wp-content/uploads/2024/10/Know.-How-will-the-weather-be-in-Gujarat-during-Diwali-festivals.webp)
અમદાવાદઃ અગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સુકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં (Gujarat weather update) આવી છે. રાજ્યમાં હાલ કેટલાક ભાગોમાં રાતના સમયે ઠંડક અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી.
ગુજરાતમાં લગભગ તમામ કેન્દ્ર પર લઘુત્તમ તાપમાન 25 ડીગ્રીથી નીચું નોંધાયું છે, બીજી તરફ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તપામાન ભૂજમાં 40 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા 3જી નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો…..PM Modi અને સ્પેનના PM આજે ગુજરાતમાં: Modi ગુજરાતને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
ગુજરાતમાં દિવાળી દરમિયાન ઠંડીની જગ્યાએ દિવસે ગરમીનો અનુભવ થશે. 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન રહેશે. કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન રહેશે. સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.