ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરીએ છીએ ત્યારે શંભુ રૂઠે છે 

માનસ મંથન -મોરારિબાપુ

ગુરુકૃપાથી અને આપણી બધી પરમ વિભૂતિઓના આશીર્વાદથી તથા આપ સૌની શુભકામનાઓથી ભગવાન મહાકાલને કેન્દ્રમાં રાખીને રામકથા ગાવાનો આરંભ કરી રહ્યો છું અને ભૂમિકા માટે જે પંક્તિઓ ઉઠાવી છે એ તમે સૌ જાણો છો. મહાકાલના મંદિરમાં કાગભુશુંડિના ગુરુ પરમસાધુ, ‘પરમાર્થબિંદક’, એક બુદ્ધપુરુષ; મારી દ્રષ્ટિએ એમનો શિષ્ય થોડો અવિવેક કરી ગયો ! શિષ્ય માત્ર શિવઉપાસક રહ્યો, હરિનિંદક રહ્યો અને એના ગુરુ,બુદ્ધપુરુષ એ પણ શિવઉપાસક જ હતા પરંતુ હરિનિંદક નહોતા અને ગુરુ બન્નેેને સમ સમજીને વિશ્ર્વસમક્ષ સેતુનો બોધ આપી રહ્યા છે કે બધા એક છે;

| Also Read: તમે મને વરદાન આપો કે હું યજ્ઞ દ્વારા અદ્ભુત ચમત્કારિક સૃષ્ટિ પ્રાપ્ત કરી શકું અને યજ્ઞ દ્વારા જેને ઉત્પન્ન કરું એને અદ્ભુત શક્તિ આપી શકું

બધાને જોડો. હું વર્ણ-વર્ણમાં નહીં જઉં પરંતુ થોડી અપાત્રતાને કારણે શિષ્ય અવિવેક કરી લે છે અને ગરુડજી સામે કાગભુશુંડિ કહે છે કે ‘એક બાર હરિમંદિર’,એકવાર મહાકાલેશ્વરના મંદિરમાં શિવનામનો, શિવમંત્રઓ જાપ કરી રહ્યો હતો એ સમયે મારા ગુરુ પધાર્યા પરંતુ મેં ઊઠીને એમને પ્રણામ ન કર્યા! મારા ગુરુ તો સમ્યક બોધપ્રાપ્ત હતા; એમને તો જરા પણ રોષ ન થયો, પરંતુ ગુરુઅપમાનની જે ભૂલ થઈ હતી એ ભગવાન મહાકાલ સહન ન કરી શક્યા. ને મહાકાલ ક્રોધે ભરાઈને શાપ આપી દે છે અને એ સમયે ભુશુંડિના ગુરુ કાંપી ઊઠે છે! અને પછી ભગવાન શંકરને કરુણા કરવા માટે તેઓ મહાકાલના મંદિરમાં રુદ્રાષ્ટક’નું ગાન કરે છે.

કાગભુશુંડિજી ‘માનસ’ના ‘ઉત્તરકાંડ’માં એ કહે છે કે ‘હે ગરુડ,ભયંકર કલિકાલ હતો, દુષ્કાળ પડ્યો હતો અને હું ઉજ્જૈન ગયો. અહીં આવીને મેં એક વૈદિક બ્રાહ્મણ,જે પરમસાધુ હતા એમનું શરણ લીધું. એમણે મને શિવમંત્ર આપ્યો. હું શિવમંત્રનો જપ કરતો રહ્યો. મારી પહેલેથી જ મૂળ નિષ્ઠા શિવમાં રહી. મારા સદ્દ્ગુરુ હરિ-હરમાં કોઈ ભેદ જોતા નહોતા. હું મારી થોડી અપાત્રતાને કારણે ભેદબુદ્ધિથી સાધના કરી રહ્યો હતો. વિષ્ણુનું તો હું નામ જ ન લઉં,પરંતુ કોઈ વૈષ્ણવને જોઉં તો પણ મારાં ગાત્રો બળવા લાગતાં હતાં ! હું દ્વેષ અને ઈર્ષ્યાથી ભરાઈ જતો હતો. એક વાર મારા એ સાધુ ગુરુદેવે મને એકાંતમાં બોલાવીને સમજાવ્યો કે વત્સ,શિવ અને હરિમાં કોઈ ભેદ નથી તો શા માટે આવી રીતે તારી સાધનાની અખંડધરાને વારંવાર ખંડિત કરે છે? મારું આચરણ જોઇને ગુરુદેવ વાંરવાર મને વાત્સલ્ય અને પ્રેમથી સમજાવતા રહ્યાં પરંતુ હું ન સમજ્યો,ન સમજ્યો ! અને એક વાર એવું થયું ગરુડ-

ઊઇં રૂળફ વફ ર્પૈરુડફ ઘક્ષટ ફવજ્ઞઉૐ રુલમ ણળપ 

મહાકાલના મંદિરમાં હું શિવનામનો, શિવમંત્રનો જપ કરી રહ્યો હતો અને એ સમયે મારા ગુરુ,મારા બુદ્ધપુરુષ,મારા સદ્દ્ગુરુ પધાર્યા અને મેં એમને જોયા પણ ખરાં,પરંતુ ઊઠીને પ્રણામ ન કર્યા. ગુરુએ તો પોતાના ચિત્તમાં એની કોઈ નોંધ ન લીધી, પરંતુ શિવ કોપિત થયા અને મને શાપ આપ્યો. એ શાપમાંથી મને મુક્તિ અપાવવા માટે મારા ગુરુએ મહાકાલના મંદિરમાં ‘રુદ્રાષ્ટક’નું ગાન કર્યું. ગરુડ, હજી પણ મારા કાનમાં ‘રુદ્રાષ્ટક’ની એ બધી જ પંક્તિઓ ગુંજી રહી છે. મને ચેનથી એ સૂવા નથી દેતી અને એક જ શૂળ મને ખૂંચતું રહે છે ‘ઉૂ્ંય ઇંફ ઇંળજ્ઞપબ રુલબ લૂધળઉ’ મારા ગુરુનો સ્વભાવ કોમળ હતો, એમનું શીલ કોમળ હતું. પરંતુ અહીં લખ્યું છે ‘ઊઇં રૂળફ વફ ર્પૈરુડફ’; અહીં એવું કેમ નથી લખ્યું કે એકવાર મહાકાલના મંદિરમાં હું શિવનામ જપી રહ્યો હતો? હરનો મતલબ શિવ જ છે,એમાં કોઈ સવાલ જ નથી. હર એટલે શિવ પરંતુ ‘હર મંદિર’ નો મતલબ કદાચ એવો પણ હોય કે તુલસી એમ કહેવા માગે છે કે હર મંદિરનો એક અર્થ થાય છે હરએકનું મંદિર.

ક્યારેક ને ક્યારેક આપણે,આપણા જેવા લોકો દિલના મંદિરમાં કોઈ ને કોઈ રૂપમાં બેઠેલા બુદ્ધપુરુષનું અપમાન કરી રહ્યા છીએ! અને મારી સમજ મુજબ એ બુદ્ધપુરુષ છે સત્ય,પ્રેમ,કરુણા. જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરી દઈએ છીએ ત્યારે શંભુ રુઠે છે. જ્યારે આપણે ભીતરી મહોબ્બતની અવહેલના કરીએ છીએ,જેના પર સંતોએ આટલો પ્રકાશ પાડ્યો છે એવા પરમતત્ત્વનો અનાદર કરીએ છીએ,એમને અણદેખ્યા કરી દઈએ છીએ ત્યારે શિવ રુઠે છે.

| Also Read: 36 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

આપણે જ્યારે ભજન કરી રહ્યા હોઈએ અને જેમના દિલમાં જગતભરને માટે પ્રેમ ઊમટી રહ્યો છે,જેમના દિલમાં પ્રત્યેકને માટે કરુણા વસી છે એવા પ્રેમને જોઇને જો આદર પ્રગટ ન થાય તો પ્રેમરૂપી બુદ્ધત્વનો આપણે અનાદર ર્ક્યો  છે. શિવ છે સત્યમૂર્તિ,શિવ છે પ્રેમમૂર્તિ, શિવ છે  ‘ઇંક્ષુફઉંળેર્ફૈ ઇ્ંયઞળમટળફપ્ર’ કરુણામૂર્તિ. તો પ્રત્યેક દિલ મંદિર છે બાપ ! આ મહાકાલનું મંદિર આપણને એક સંદેશ આપે છે કે દિલમાં રહેલાં સત્યનો અનાદર ન કરવો જોઈએ. દિલમાં રહેલાં પ્રેમનો અનાદર ન કરવો જોઈએ અને દિલમાં ડોકિયું કર્યા બાદ કેટલીક બાબતો હટાવવી પડે છે. કેમ કે સંચિત કર્મોને કારણે, ખોટી કંપનીને કારણે, ખરાબ સોબતને કારણે જે કેટલીક ચીજો દિલમાં ઘૂસી ગઈ હોય એને હટાવવી પડે છે. બદાયૂનીનો નાની બહારનો બહુ સુંદર શે’ર છે કે- ક્ષવબજ્ઞ રુડબ ઇંળજ્ઞ ઈંળબિ ઇંફ, રુથફ ઈલઇંત ઈંમળબિ ઇંફ  પહેલાં તું તારા દિલને રિક્ત કર,પછી એ રિક્તતાની રક્ષા કર જેથી કોઈ બીજી ગરબડ અંદર ઘૂસી ન જાય.

| Also Read: બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા

પહેલાં દિલને ખાલી કર,પહેલાં શૂન્ય થઈ જા અને જે ભરેલા છે એની રક્ષાની કોઈ જરૂર નથી. સાધકે ખાલીપણાની રક્ષા કરવાની હોય છે. મારા ગોસ્વામીજી ‘વિનયપત્રિકા’માં કહે છે. ‘વડ્રૂ ધમણ પ્ધૂ ટળજ્ઞફળ, ઘવૂ અળઇૃ રૂલજ્ઞ રૂવળ્ ખળજ્ઞફળ’ હે પ્રભુ, આ હૃદય તારું મંદિર છે. પ્રત્યેક વ્યક્તિના હૃદયનું મંદિર મહાકાલનો પ્રસાદ છે. કોઈ પણ  વ્યક્તિને આપણે મળીએ ત્યારે એમના દિલના સત્યને ઠુકરાવીએ નહીં. સ્વાર્થ, ભેદબુદ્ધિ, મૂઢતા સત્યનો ઈનકાર કરવા લાગે છે. વ્યક્તિમાં રહેલી ભેદબુદ્ધિ, વ્યક્તિમાં રહેલી પોતાની હિતપ્રિયતા અને મૂઢતા સત્યની અવગણના કરી દે છે એવા સમયે ‘રુદ્રાષ્ટક’ ગાવું જરૂરી બની જાય છે.

– સંકલન: જયદેવ માંકડ 

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker