આપણું ગુજરાતટોપ ન્યૂઝ

PM Modi અને સ્પેનના PM આજે ગુજરાતમાં: Modi ગુજરાતને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ

અમદાવાદઃ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (Pedro Sánchez) ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડોદરા અને અમરેલીમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી સ્પેનના વડાપ્રધાન સાથે વડોદરામાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ(TATA Aircraft Complex)નું ઉદ્ઘાટન કરશે. સવારે ટાટા કેમ્પસ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ અમરેલી જશે. જ્યારે 4,800 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9 વાગ્યાની આસપાસ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. આ તકે તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 10 વાગ્યાની આસપાસ સ્પેનના વડાપ્રધાન સાથે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત કરશે.

અમરેલીમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી બપોરે 1.45 વાગ્યે વડાપ્રધાન મોદી અમરેલી જિલ્લાના દુધાળામાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે. બપોરે બે વાગ્યાની આસપાસ લાઠીમાં 4800 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લોકોને ફાયદો થવાનો છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ દુધાળામાં નારણ સરોવર અને હેતની હવેલીની મુલાકાત લેશે.

મોદીના આગમન માટે વડોદરામા સંપૂર્ણ સજજ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને તેમના સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને ધ્યાનમાં રાખીને શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડા પ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાનની મુલાકાત પર લોકોએ ખુશી વ્યક્ત કરી અને સ્પેન સાથે સારા આંતરરાષ્ટ્રીય સંબંધોની આશા વ્યક્ત કરી હતી.

Also Read – Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું આત્મનિર્ભરતા નીતિ નહિ જુસ્સો પણ, સફળતાના અનેક શિખરો સર કર્યા

કરોડોના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન રૂ. 2,800 કરોડથી વધુની કિંમતના વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન થનાર પ્રોજેક્ટ્સમાં NH 151, NH 151A અને NH 51 અને જૂનાગઢ બાયપાસના વિવિધ વિસ્તારોને ચાર-માર્ગી બનાવવાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના બાકીના સેક્શનના ચાર માર્ગીય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. વડાપ્રધાન અંદાજે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ ભૂજ-નલિયા રેલવે ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.


Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker