પાકિસ્તાને નેધરલેન્ડને ૮૧ રનથી હરાવ્યું
હૈદરાબાદ: હૈદરાબાદમાં રમાયેલી વર્લ્ડકપની બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને ૮૧ રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાને ૨૮૬ રન કર્યા હતા, જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ ૪૧ ઓવરમાં ૨૦૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડેએ ૬૭ રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. પાકિસ્તાની બેટ્સમેન સાઉદ શકીલને મેન ઑફ ધ મેચ જાહેર કરાયો હતો.
નેધરલેન્ડ તરફથી માત્ર પાંચ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. બાસ ડી લીડે સૌથી વધુ ૬૭ રન કર્યા હતા. ઓપનર વિક્રમજીત સિંહે ૬૭ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા. લોગાન વાન બીક ૨૮ બોલમાં ૨૮ રન કરીને અણનમ રહ્યો હતો. કોલિન એકરમેને ૧૭ રન અને સાકિબ ઝુલ્ફિકરે ૧૦ રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી હારિસ રઉફે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. હસન અલીને બે સફળતા મળી હતી શાહીન આફ્રિદી, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝે એક-એક વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપની બીજી મેચમાં પાકિસ્તાન નેધરલેન્ડ સામે ૪૯ ઓવરમાં ૨૮૬ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેધરલેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. માત્ર ૩૮ રનમાં પાકિસ્તાને ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ઉ