મરણ નોંધ

જૈન મરણ

મહેસાણા હાલ મુંબઇ નિવાસી ધનલક્ષ્મીબેન ચંપકલાલ ભોગીલાલ શાહના સુપુત્ર અશોકભાઇના ધર્મપત્ની સુનીતાબેન (ઉં. વ. ૭૬) તે પાટણ નિવાસી પદમાવતીબેન નેમચંદ જેશંગલાલ શાહ (ગુંદરવાલા)ની સુપુત્રી. તેજલ, સોનલનાં માતુશ્રી. તે રોહિતભાઇ તથા મધુકરભાઇના સાસુ. સ્વ. મહેન્દ્રભાઇ, જયેન્દ્રભાઇ, દીલીપભાઇ, સ્વ. સરોજબેન, કુમુદબેન તથા સુરેખાબેનના ભાભી. દૃષ્ટિ, અનુસ્કા, સમીરાનાં નાની. તે પીનાબેનનાં દેરાણી, દક્ષાબેન, દીનાબેનનાં જેઠાણી. તા. ૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર નિવાસી, હાલ અમદાવાદ, સ્વ. બાલુભાઈ રામાજીભાઈ કોઠારીના પુત્ર. તે વર્ષાબેનના પતિ ડો.જયંતભાઈ કોઠારી (ઉં.વર્ષ ૮૩) તે રજનીકાંત-ભારતી, અરવિંદ-ઉર્મિલા, અશ્વિન-વર્ષા, સ્વ. ચંદાબેન અને સ્વ. મધુબેન કાન્તિલાલ શાહના ભાઈ તે સંજીવ અને કોમલના પિતા, અભિજ્ઞા અને રવિ ના સસરા, તે સસરા પક્ષે લાઠી નિવાસી સ્વ. છોટાલાલ કેશવજી દોશીના જમાઈ ૨૬/૧૦/૨૪ ના અરિહંતશરણ પમ્યા છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે.મુ.પૂ જૈન
વઢવાણ નિવાસી સ્વ.ચંપકલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ-૮૬ હાલ બોરીવલી) તે પ્રકાશ-પિયુષ દિપ્તીના માતુશ્રી. તે વીણા-જયશ્રી-રાજેશકુમારના સાસુ. તે સ્વ. રતનશી તેજપાળના દીકરી. તે સ્વ. પ્રભુલાલ -સ્વ.જયસુખલાલ-સ્વ.હસમુખલાલ-સ્વ.જયંતીભાઈ-દિનેશભાઇ-સ્વ.પ્રભાબેન કાંતિલાલ તથા ચંદનબેન મહેન્દ્રકુમારના ભાભી. તે વિધિ-મોસમ-હેતા-અનેરી-નિયતિના દાદી. તા.૨૭-૧૦-૨૦૨૪ ને રવિવારના રોજ અરિહંતશરણ પામ્યાં છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રે.ઠે. પિયુષ શાહ, શ્રી સાગર દર્શન બિલ્ડીંગ, અ-૨૦૧ ૨ જે માળે ચંદાવરકર રોડ, બોરીવલી (વેસ્ટ).

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
સાડાઉના કુસુમ શાંતીલાલ ગાલા (ઉં. વ. ૬૬) તા. ૨૫-૧૦-૨૪ના ચાર દિવસનાં અનશનવ્રતથી દેવલોક પામેલ છે. હીરબાઇ વીરજી જેવતના પુત્રવધુ. શાંતીલાલના પત્ની. કેકીન, ડીમ્પીના માતુશ્રી. મો. ખાખર સુંદરબેન ખેતશી રામજીના પુત્રી. કીશોર, પ્રફુલ્લ, હેમંત, રાજેશ, લાખાપર ભાનુબેન અમૃતલાલ, ગુંદાલા જયાબેન લહેરચંદના બેન. ગુણાનુવાદ
સભા રાખેલ નથી. નિ. શાંતીલાલ ગાલા, એ-૫, નિર્મલ છાયા સો., માનપાડા રોડ, ડોંબીવલી (ઇ.).

સમાઘોઘા હાલે ભોરારાના અરવિંદ માવજી ગાલા (ઉં. વ. ૭૩) ૨૬-૧૦-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ માવજી વેલજીના સુપુત્ર. અમૃતબેનના પતિ. સ્વ. પ્રીતી, અમિતના પિતા. અમૃત (બબો), નાના ભાડીયા હેમલતા ધીરજ છેડાના ભાઇ. તલવાણા સાકરબેન ઉમરશી નેણશી દેઢીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ઠે. અમિત અરવિંદ ગાલા, ૪ ઇન્દ્રલોક, અડુકીયા સ્કુલ, કાંદીવલી (વે.).
માપરના જવેરબેન જગશી જાગાણી (ઉ.૮૦) તા. ૨૬-૧૦-૨૪ ના અવસાન પામેલ છે. દેવાબાઈ ભોજરાજના પુત્રવધુ. જગશીના પત્ની. મયંક, હિના, છાયા, દીપાના માતુશ્રી. હીરાબેન દામજીના પુત્રી. લહેરી, હંસાના બેન. પ્રા. : શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, ૧લે માળે, માટુંગા (સે.) ટા. : ૧.૩૦ થી ૩.૦૦.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ સાયન મુંબઇ સ્વ. કમળાબેન ભાઇચંદ દેસાઇના પુત્રવધુ. સ્વ. ધનજંયભાઇના ધર્મપત્ની જયોત્સનાબેન (ઉં. વ. ૯૧) શનિવાર, તા.૨૬-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અ. સૌ. તેજલ રોમિલ શાહના મમ્મી. સ્વ. શીવલાલ મંગળદાસ મહેતાના પુત્રી. નિરંજનાબેન હસમુખરાય દોશીના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દશા શ્રીમાણી પાટણ જૈન
ગોદડાના પાડાના હાલ પૂના સ્વ. કાંતિલાલ મણીલાલ શાહ તથા રમીલાબેન કાંતિલાલ શાહના પુત્ર જતીનભાઇ (ઉં. વ. ૬૫) શનિવાર, તા. ૨૬-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે વૈભવીના પતિ. રિદ્ધિ તથા રોશનીના પિતા. સ્વ. ગીરીશભાઇ, હેમંતભાઇ તથા ભાવનાબેનના ભાઇ. તે સ્વ. નેમચંદ લલ્લુભાઇ શાહના જમાઇ. તે સ્વ. કલ્પનાબેનના દિયર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી વાવડી (પાલીતાણા) નિવાસી હાલ માટુંગા નિવાસી સ્વ. અભેચંદ લાલચંદ દોશીના સુપુત્ર પ્રભુદાસભાઈના ધર્મપત્ની મધુમતીબેન, (ઉં.વ. ૮૪) રવિવારે તા. ૨૭-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ હિતેશ, ચેતન, ભાવના પંકજકુમાર શાહ ત્થા વિભા નિમેષકુમાર દોશીના માતુશ્રી, આરતી ત્થા રશ્મિના સાસુ. સ્વ. છોટુભાઈ, સ્વ. પ્રભાબેન, કિર્તીભાઈ ત્થા જયાબેનના ભાઈના ધર્મપત્ની, પિયરપક્ષે પાલીતાણા સ્વ. મણીલાલ પોપટલાલ વોરાના દિકરી, નિવાસસ્થાન- ૩૦૧, બાલાજી સદન, ૨૭, બ્રાહ્મણ વાડા રોડ, એસ. આઈ.એસ. સ્કુલની સામે, કિંગસર્કલ સ્ટેશન પાસે, મુંબઈ-૪૦૦૦૧૯, લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. દિનેશભાઈ ત્થા મીના મહેતાના પુત્ર નિર્ભય મહેતા, (ઉં.વ. ૪૬), તે પુનિત-મિહિરના મોટાભાઈ, તે મોક્ષદા, રિદ્ધિના જેઠ. તે કવિતા-નિલેશભાઈના ભત્રીજા, લતાબેન, ગીતાબેન, વિભાબેન, બીનાબેનના ભત્રીજા. ઈષ્ટી, વિહાન, પરિધિના કાકા. રવિવાર, તા. ૨૭-૧૦-૨૪ના રોજ અરિહંતશરણ પામ્યા છે, તેમની પ્રાર્થનાસભા તા. ૨૮-૧૦-૨૦૨૪ના સોમવારે સાંજના ૩ થી ૫, ઠે. લાઈન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયાનગર, ઘાટકોપર ઈસ્ટ, સ્કીન ડોનેટ કરેલ છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker