નેશનલ

મધ્ય પ્રદેશમાં અલગ અલગ અકસ્માતમાં પાંચનાં મોતઃ ૧૨ ઘાયલ…

બેતુલઃ મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં ભારે વાહનો સાથે જોડાયેલા અલગ-અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા હતા અને ૧૨ ઘાયલ થયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : IAS અધિકારીએ મંદિરોના લાઉડસ્પીકરને કારણે ધ્વનિ પ્રદૂષણ સામે સવાલ ઉઠાવ્યા, હિંદુ સંગઠનો નારાજ

એક અધિકારીના જણાવ્યા અનુસાર આજે સવારે લગભગ ૭ વાગ્યે બેતુલ-પારસિયા રોડ પર હનુમાન ડોલ નજીક ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં ૨ લોકોના મોત અને ૧૨ ઘાયલ થયા હતા. અધિક પોલીસ અધિક્ષક(એએસપી) કમલા જોશીએ જણાવ્યું કે પીડિત મજૂરો હતા જે બેતુલ રેલવે સ્ટેશનથી ટ્રેક્ટર-ટ્રોલીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે વાહન પલટી જતાં બે લોકોના મોત થયા હતા, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે કામદારો તામિલનાડુના કન્યાકુમારીથી બેતુલ આવ્યા હતા, જ્યાં તેઓ એક મહિના પહેલા એક ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા.

પોલીસે જણાવ્યું કે જિલ્લામાં અન્ય એક અકસ્માતમાં શનિવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે બેતુલ-અથનેર રોડ પર એક ટ્રકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બેતુલ બજાર પોલી સ્ટેશનના પ્રભારી અંજના ધુર્વેએ જણાવ્યું કે આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ ૧૦ કિમી દૂર ભરકાવાડી ગામ પાસે થયો હતો.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશમાં ટ્રકમાંથી રૂ.11 કરોડના 1500 આઇફોનની ચોરી, 3 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી…

ખાતર લઇ જતી ટ્રકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button