મરાઠા સમાજ માટે વિવિધ યોજના અમલમાં મૂકવા CM Eknath Shinde સતત પ્રયત્નશીલ
મુંબઈ: રાજ્યમાં મરાઠા સમાજની આરક્ષણની માગણી તેમ જ અન્ય સમાજની જેમ જ મરાઠા સમાજને માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓને કારણે મરાઠા સમાજને ઘણી રાહત મળી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ વિવિધ યોજના માટે ભારે ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ પ્રાધાન્ય શિક્ષણ સંબંધી યોજનાને આપવામાં આવ્યું હોવાથી મરાઠા સમાજની નવી પેઢીના ઘડતરમાં સહાય મળશે.
આ પણ વાંચો: Maratha Reservation: મરાઠા સમાજ અનામતને પાત્ર, હાઈ કોર્ટમાં MMCBCએ કરી રજૂઆત
મરાઠા સમાજના કલ્યાણ માટેના મહત્ત્વના નિર્ણયો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લીધા છે. મુખ્યત્વે અણ્ણાસાહેબ પાટીલ આર્થિક વિકાસ મહામંડળ મારફતે વ્યક્તિગત અને જૂથ લોનની વ્યાજની પરતચુકવણીની યોજના હેઠળ 74,873 લાભાર્થીઓને રૂ. 5,659 કરોડની બેંક લોન મંજૂર કરીને તેના પરના રૂ. 608.12 કરોડના વ્યાજની પરતચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. મહામંડળ મારફતે 35 ગ્રુપ પ્રોજેક્ટને રૂ. 3.35 કરોડની લોન આપવામાં આવી છે. સારથધી સંસ્થાના પુણે ખાતેના મુખ્યાલયની ઈમારત તેમ જ છ વિભાગીય કચેરીઓ તેમ જ લાતુર અને કોલ્હાપુર ખાતેના ઉપકેન્દ્ર તેમ જ 500 છોકરા અને 500 છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવા માટે વિનામુલ્ય જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાંધકામ માટે પણ રૂ. 1,188.82 કરોડના ખર્ચને પ્રશાસકીય માન્યતા આપવામાં આવી છે.
આ પણ વાંચો: મનોજ જરાંગે સામે ઝૂકી સરકાર, મરાઠા સમાજની 13 માગણીઓનો સ્વીકાર
ડૉ. પંજાબરાવ દેશમુખ હોસ્ટેલ યોજના હેઠળ 3,79,373 વિદ્યાર્થીને રૂ. 1,293 કરોડનું નિર્વાહ ભથ્થું આપવામાં આવ્યું છે. રાજર્ષી છત્રપતિ શાહુ મહારાજ શિક્ષણ શુલ્ક સ્કોલરશીપ યોજના હેઠળ 17,54,494 વિદ્યાર્થીને વ્યાવસાયિક શિક્ષણ માટે રૂ. 1,262 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. છત્રપતિ રાજારામ મહારાજ સારથી ગુણવંત વિદ્યાર્થી સ્કોલરશીપ હેઠળ 32,639 વિદ્યાર્થીને રૂ. 31 કરોડ વિતરિત કરવામાં આવ્યા હતા. આવી જ રીતે આ વર્ષે 44,102 વિદ્યાર્થીને રૂ. 42 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મરાઠા સમાજના 75 વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટે સ્કોલરશીપનો લાભ આપવા માટે રૂ. 21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં આવા પ્રકારનો પ્રથમ લાભ મરાઠા સમાજના વિદ્યાર્થીને આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: બીએમસીનો દાવોઃ મુંબઈમાં મરાઠા સમાજ અને ઓપન કેટેગરીનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો
મરાઠા સમાજના વિદ્યાર્થીઓને સમાજ કલ્યાણ ખાતાની સ્વાધાર યોજનાના ધોરણે નિર્વાહ ભથ્થામાં જંગી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીને દર વર્ષે મહાનગરોમાં રૂ. 60,000, વિભાગીય મુખ્યાલય વિસ્તારમાં રૂ. 51,000, જિલ્લા વિસ્તારમાં રૂ. 43,000 અને તાલુકા વિસ્તારમાં રૂ. 38,000 નિર્વાહ ભથ્થું ડીબીટીના માધ્યમથી આપવામાં આવ્યું છે.
મરાઠા સમાજના 1,553 ઉમેદવારની અધિસંખ્ય પદે નિયુક્તિ
મરાઠા સમાજના 1,553 ઉમેદવારોની અધિસંખ્ય પદ પર નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ અદાલતી પ્રક્રિયામાં કોવિડ-19માં ભરતી પ્રક્રિયામાં રખડી ગયેલા ઉમેદવારો માટે નીતિવિષયક નિર્ણય લઈને એમપીએસસી તેમ જ અન્ય સરકારી સેવામાં 3,200 ઉમેદવારોને નિયુક્તિ આપવામાં આવી હતી. એસઈબીસીમાંથી ઈડબ્લ્યુએસ તેમ જ ઓપન કેટેગરીનો વિકલ્પ આપીને ઉમેદવારોની ભરતી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
આવી રીતે કુલ 4,700 ઉમેદવારોને નિયુક્તિ આપવામાં આવી છે. સારથીના માધ્યમથી છેલ્લા ત્રણ વર્ષમાં પ્રશિક્ષણ લેનારા 58 વિદ્યાર્થીને યુપીએસસી (12 આઈએએસ, 18 આઈપીએસ, 8 આઈઆરએસ, 1 આઈએફએસ, 2 ફોરેસ્ટ સર્વિસ, પાંચ સીએપીએફ અને અન્ય સેવા 12) તેમ જ 304 વિદ્યાર્થીની એમપીએસસી દ્વારા પસંદગી કરવામાં આવી છે. સારથી સંસ્થાના માધ્યમથી સ્કોલરશીપ યોજના હેઠળ પીએચડી માટે મરાઠા સમાજના 2,109 વિદ્યાર્થીને રૂ. 116.64 કરોડ આપવામાં આવ્યા છે.
ઈડબ્લ્યુએસ હેઠળ 10 ટકા અનામત હેઠળ વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમમાં 31,000 વિદ્યાર્થીઓમાંથી 78 ટકા મરાઠા સમાજના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમ જ એમપીએસસી હેઠળ સરકારી સેવામાં 650 ઉમેદવારમાંથી 85 ટકા મરાઠા સમાજના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આવી જ રીતે સારથીના માધ્યમથી 36,726 વિદ્યાર્થીને સ્વયંરોજગાર માટે કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિવિધ યોજનાનો અમલ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ચાંપતી નજર રાખે છે. આને કારણે વિવિધ યોજનાના અમલમાં ગતિ આવી છે.
મરાઠા સમાજની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાતપણું તપાસવા માટે રાજ્ય પછાતવર્ગ પંચ દ્વારા 23 જાન્યુઆરીથી રાજ્યમાં યુદ્ધ સ્તરે મરાઠા અને ઓપન કેટેગરીનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સર્વેક્ષણ બીજી ફેબ્રુઆરીએ પૂર્ણ કરવામાં આવ્યું અને રાજ્યના અંદાજે અઢી કરોડ કુટુંબનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામ માટે સાડા ત્રણ થી ચાર લાખ લોકો કામ કરી રહ્યા હતા અને આ બધું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મનપુર્વક લીધેલા નિર્ણયને કારણે શક્ય બન્યું હતું.