Varun Dhawanની આ ઈચ્છા પૂરી કરી Amitabh Bachchanએ…
લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન ચાલી રહી છે. મેકર્સ દ્વારા દિવાલી સ્પેશિયલ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં બોલીવૂડ એક્ટર વરુણ ધવન અને નિર્દેશક રાજ ડીકે જોવા મળશે. વરુણ ધવન અમિતાભ બચ્ચનન ક્લાસિક ગીત અને ચોંકાવનારા ખુલાસા સિવાય પોતાના શાનદાર ડાન્સ સ્ટેપથી આ એપિસોડની રોનક વધારશે. એટલું જ નહીં બિગ બી પણ શો પર આવેલા આ ખાસ મહેમાનની ઈચ્છા પૂરી કરતાં જોવા મળશે, આવો જોઈએ આખરે એવી તે શું ડિમાન્ડ કરી વરુણે કે બિગ બી પણ તેને પૂરી કરવા માટે તૈયાર થઈ ગયા-
કેબીસીનો આ એપિસોડ 30મી ઓક્ટોબરના ઓન એર થશે. વરુણ ધવન ફિલ્મ સિટાડેલ હની બનીના નિર્દેશક રાજ અને ડીકે સાથે શો પર પહોંચ્યો હતો. પ્રોમોની શરૂઆત નિર્દેશક રાજ દ્વારા હોસ્ટ અમિતાભ બચ્ચનને દિવાળીની શુભકામના આપવાથી થાય છે. આ સમયે વરુણે બિગ બીને પૂછ્યું કે શું હું દિવાળીની શુભકામના સિવાય બીજું પણ કંઈ માંગી શકું છું? વરુણ ધવને કહ્યું હતું કે સર અગ્નિપથનો ડાયલોગ…
દર્શકો પણ આ સાંભળીને ઉત્સાહમાં આવી જાય છે અને બિગ બી હસી પડે છે અને 1990ની ફિલ્મ અગ્નિપથનો ફેમસ ડાયલોગ બોલે છે આજ શામ 6 બજે અપુન કા અપ્વોઈન્ટમેન્ટ હૈ મૌત કે સાથ… આ સાંભળીને દર્શકો તાળીઓ પાડે છે જ્યારે વરુણ સિટી વગાડે છે. નેટિઝન્સ કમેન્ટ સેક્શનમાં આ એપિસોડ જોવા માટેની પોતાની ઉત્સુકતા પ્રગટ કરી રહ્યા છે. અનેક લોકોએ વરુણને બિગ બી પાસેથી આ ડાયલોગ બોલાવડાવવા માટે થેન્ક્યુ કહી રહ્યા છે. એપિસોડનો પ્રોમો શેર કરતાં મેકર્સે કમેન્ટ લખ્યું છે બુધવારે બિગ બી બધાની દિવાળી વિશ પૂરી કરવા માટે વિજય દિનાનાથ ચૌહાણ.
આ સિવાય વરુણ ધવને બિગ બી સાથે એમના ક્લાસિક ટ્રેક શાવા શાવા અને ખાઈકે પાન બનારસવાલા પર ડાન્સ પણ કર્યો હતો. કેબીસીની 16મી સિઝનમાં આમિર ખાન એના દીકરા સાથે જુનૈદ, શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમ, ફરાહ ખાન અને બોમન ઈરાનીએ પણ ભાગ લઈ ચૂક્યો છે.