આમચી મુંબઈમહારાષ્ટ્ર

થોરાત પરિવાર વિશે અપમાનજનક નિવેદન આપનાર વસંત દેશમુખ પોલીસ કસ્ટડીમાં…

પુણે: ભાજપના ભૂતપૂર્વ સાંસદ સુજય વિખે-પાટીલે શુક્રવારે સંગમનેર તાલુકાના ધાંદરફળ ગામમાં યુવા સંકલ્પ મેળાવડાનું આયોજન કર્યું હતું. સુજય વિખે પાટીલના સમર્થક વસંત દેશમુખે તેમના ભાષણમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતની પુત્રી જયશ્રી થોરાત વિશે વાંધાજનક નિવેદન કર્યું હતું. દેશમુખના નિવેદનને કારણે સંગમનેરમાં આગચંપીની ઘટનાઓ પણ બની હતી. તાલુકામાં તંગદિલી સર્જાઈ હતી. વિખે અને થોરાત વચ્ચેના આક્ષેપોને કારણે રાજકારણ ગરમાયું હતું, ત્યારે જયશ્રી થોરાત અને અન્ય નેતાઓએ વસંત દેશમુખની પોલીસ ધરપકડ કરે તે માટે આંદોલન કરવું પડ્યું હતું.

આ પણ વાંચો :Assembly Election: MVA અને મહાયુતિ માટે બાકી સીટની ફાળવણી માટે કપરા ચઢાણ, જાણો કેટલી જાહેર કરવાની રહી?

દરમિયાન પોલીસે વસંત દેશમુખની અટકાયત કરી છે. શનિવારે વસંત દેશમુખ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી તે ફરાર હતો. જે બાદમાં જયશ્રી થોરાત સાથે કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યા હતા. હવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે પુણેથી વસંત દેશમુખની અટકાયત કરી છે. અગાઉ બાળાસાહેબ થોરાતે એવો આક્ષેપ કર્યો હતો કે વસંત દેશમુખને સંતાડી રાખવામાં આવ્યા છે.

દરમિયાન, દેશમુખની ધરપકડ માટે આંદોલન કરી રહેલાં જયશ્રી થોરાત અને અન્ય 50 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જયશ્રી થોરાતે પોલીસને કહ્યું કે, તમારે કોઈની ધરપકડ કરવી હોય તો મારી સાથે કરો, પરંતુ બાકીના સામાન્ય લોકોને પરેશાન કરવા નહીં.

આ પણ વાંચો : આદિત્ય બાદ હવે સંજય રાઉતે રેલવે પ્રધાનને ઝાટ્ક્યા, કહ્યું કે મુંબઈ કરો…

જયશ્રી થોરાતે જણાવ્યું હતું કે, વસંત દેશમુખે સુજય વિખે પાટીલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. મૂળભૂત રીતે કાર્યક્રમના અધ્યક્ષનું સન્માન કરવામાં આવે છે, પરંતુ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કોને રાખવામાં આવ્યા હતા તે જોયું ને? ઉપરાંત, સુજય વિખેએ વસંત દેશમુખને તેમના વાંધાજનક નિવેદન આપતા રોક્યા ન હતા. ઊલટું તેમણે દેશમુખને કહ્યું કે તમને આ વખતે ભાષણ કરવા માટે ઓછો સમય મળ્યો છે. આગામી વખતે વધુ સમય આપવામાં આવશે. મતલબ કે સુજય વિખે વસંત દેશમુખને પ્રોત્સાહિત કરતા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button