સ્પેશિયલ ફિચર્સ

સવાર સવારમાં આ પાંચ લક્ષણ દેખાઈ તો સમજી લો ડાયાબિટિસ છે અને…

ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ ડિસિઝ છે અને આજકાલ ખૂબ સામાન્ય થઈ ગયો છે, પરંતુ ડાયાબિટીક પેશન્ટને બીજી ઘણી બીમારી લાગુ પડે છે અને જો ધ્યાન ન રાખે તો આ રોગ આરોગ્યની સમસ્યાઓ પેદા કરે છે. ઘણીવાર રોજબરોજ ઊભી થતી અમુક સમસ્યા કે લક્ષણો તરફ આપણે ધ્યાન નથી આપતા અને તેને હળવાશથી લઈએ છીએ, પરંતુ આ જ લક્ષણો છે જે તમને સંકેત આપે છે કે તમે કોઈ બીમારીના શિકાર બની રહ્યા છો, આથી તમારે ડોક્ટરની સલાહ અને સારવારની જરૂર છે.

આ પણ વાંચો : Diabetesના દરદી છો અને કેરી ખાવાનું મન થાય છે ? તો પહેલા આ વાંચી લો

Credit : carecard
  1. જો સવારમાં ઊઠીને તમને…
    ડાયાબિટીસના મુખ્ય લક્ષણોમાંનું એક અતિશય થાક છે. શરીરમાં બ્લડ શુગર લેવલ અસંતુલિત હોવાથી શરીરને એનર્જી મળતી નથી. જો પૂરતી ઊંઘ લેવા છતાં સવારે જાગ્યા પછી પણ તમારું શરીર થાક અનુભવે છે, તો તે એ સંકેત હોઈ શકે છે કે તમારું શરીર તેના ખાંડના સ્તરને યોગ્ય રીતે નિયંત્રિત કરી રહ્યું નથી. આમ વારંવાર બને તો તેને હળવાશથી ન લેતા ડોક્ટર પાસે જવાનું વધારે સલાહભર્યું છે.

આ પણ વાંચો : Diabetes ના દર્દીઓ માટે આ ફળ ખાસ ફાયદાકારક, વજન ઉતારવામાં પણ થશે મદદગાર

Credit : sleep foundation
  1. જો સવારના સમયમાં તમને વધારે…
    સામાન્ય રીતે કંઈ ખાધા પછી કે કસરત કે શારીરિક ક્રિયાઓ કર્યા બાદ તરસ લાગે છે. સવારે ઊઠીને પાણી પીવું સારી ટેવ છે, પણ જો તમને સવાર સવારમાં સખત તરસ લાગે, ગળું સૂકાય અને હોઠ પણ સૂકા થાય તો આ એક સંકેત છે. ડાયાબિટીસના કારણે શરીરને જરૂરી માત્રામાં હાઇડ્રેશન મળતું નથી. શરીરમાં વધુ પડતી ખાંડને કારણે કિડની વધુ પેશાબ ઉત્પન્ન કરે છે, જેના કારણે શરીર નબળું પડી જાય છે. જો સતત પાણી પીવા છતાં તરસ ન છીપાય તો તે ગંભીર સંકેત છે, આને અવગણશો નહીં.

આ પણ વાંચો : ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી આ જ્યુસો, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે…

Credit : medicalnews
  1. જો સવારે તમારા હાથ અને પગ…
    આખો દિવસ થાક્યા બાદ તમે રાત્રે ઊંઘ લો અને સવારે ઊઠીને તમારા હાથ પગ દૂખે, સોજા દેખાય તો તેને અવગણશો નહીં. જો તમને લાગતું હોય કે તમારા પગ કે હાથ સૂજી ગયા છે અથવા રાતની ઊંઘ પછી દુઃખાવો થાય છે, તો તે ડાયાબિટીસ સાથે સંબંધિત હોઈ શકે છે. હાઈ બ્લડ શુગરને કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે અને તેના કારણે હાથ-પગમાં સોજો આવે છે. આથી આ ચોક્કસ ડાયાબિટીસ હોવાની શક્યતા દર્શાવે છે.

આ પણ વાંચો : Health Tips: ડાયાબિટીસનું આ લક્ષણ ફક્ત રાત્રે જ દેખાય છે! જો જો હો ક્યાંક તમને…

Credit : sleep foundation
  1. જો સવારે ઊઠીને તમે જૂઓ કે
    સવારે ઊઠીને આંખ ચોળો અને તમે જૂઓ કે તમે ચોખ્ખું જોઈ નથી શકતા એટલે કે તમને થોડું ધુંધળું દેખાય છે તો આ લક્ષણ પણ અવગણવા જેવું નથી. ડાયાબિટીસ દ્રષ્ટિને પણ અસર કરે છે. હાઈ બ્લડ શુગર આંખમાં તાણ અને દ્રષ્ટિને નબળી બનાવે છે. જો સવારે ઉઠ્યા પછી તમારી દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ હોય તો આ એક ગંભીર સંકેત છે. ડાયાબિટીસ આંખોની રક્તવાહિનીઓને નબળી પાડે છે, અને તેની દ્રષ્ટિ પર લાંબાા ગાળાની અસર થઈ શકે છે. આંખ શરીરનું રત્ન છે અને તેને નુકસાન થાય તે પહેલા તમારે ડાયાબેટિસ છે કે નહીં તે ચેક કરવાનું છે.

આ પણ વાંચો : Health Updates : વજન વધવાની જેમ વજન ઘટવા માંડે તો પણ ધ્યાન રાખજો, ક્યાંક તમને…

Credit : care hospitals
  1. જો તમારે વારંવાર…
    રાત્રે વારંવાર પેશાબ થવો અથવા સવારે વધુ પડતો પેશાબ થવો એ પણ ડાયાબિટીસની સ્પષ્ટ નિશાની છે. આનું મુખ્ય કારણ એ છે કે શરીરમાં વધુ પડતી ખાંડને કારણે કિડની વધુ પેશાબ ઉત્પન્ન કરે છે. પરિણામે, શરીરમાંથી વધુ ખાંડ પેશાબ દ્વારા બહાર કાઢવામાં આવે છે, પરંતુ તે શરીરમાં પાણીનું સ્તર પણ ઘટાડે છે. વારંવાર પેશાબ અને ડિહાઈડ્રેશન બંને ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે.

આ પણ વાંચો : શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઇ શકે?

આ ઉપરાંત જો તમારું વજન અચાનક ઘટી ગયું હોય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. આ સાથે
જો ત્વચાનો રંગ ઊતરી ગયો હોય અથવા ફોલ્લા હોય તો આ પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.
ઘણીવાર સામાન્ય લાગતી બાબત ગંભીર પરિણામો લાવે છે, આથી બહેતર છે કે તમે ડોક્ટરની સલાહને અનુસરો. તો જ સ્વસ્થ રહી શકશો.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker