26/11 મુંબઈ હુમલાનો જવાબ ભારતે આપ્યો નહોતો, પણ હવે નહીં ચલાવાયઃ જયશંકરે મુંબઈમાં કરી મોટી વાત…
મુંબઈઃ ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા પછી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી, પણ હવે એમ થાય તો ચલાવી લેવામાં આવશે નહીં. મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે મુંબઈમાં જે બન્યું તેનું પુનરાવર્તન નહીં કરવું જોઈએ. ત્યાં આતંકવાદી હુમલો થયો હતો અને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. મંત્રીએ કહ્યું કે, મુંબઈ ભારત અને વિશ્વ માટે આતંકવાદ વિરોધનું પ્રતીક છે. જ્યારે ભારત યુએન સુરક્ષા પરિષદનું સભ્ય હતું, ત્યારે તે આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું હતું.
| Also Read: China ને લઇને વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન, કહી આ વાત
અમે આતંકવાદ વિરોધી પેનલની બેઠક એ જ હોટેલમાં યોજી હતી જે આતંકવાદી હુમલાનો ભોગ બની હતી. લોકો જાણે છે કે ભારત આતંકવાદ સામે મજબૂત રીતે ઊભું છે. આજે અમે આતંકવાદ સામે લડવામાં મોખરે છીએ. જ્યારે આપણે આતંક સામે શૂન્ય સહિષ્ણુતાની વાત કરીએ છીએ, ત્યારે તે સ્પષ્ટ છે કે જ્યારે કોઈ કંઈક કરે છે, ત્યારે જવાબ આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
અમારે પર્દાફાશ કરવો પડશે. તે સ્વીકાર્ય નથી કે તમે દિવસના સમયે અમારી સાથે સંબંધોની વાત કરો અને રાત્રે આતંક ફેલાવો અને મારે એવો ડોળ કરવાનો કે બધું સમુસુતરું છે. આ ભારત તેને સ્વીકારશે નહીં. અને આ બદલાવ આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમે આતંકવાદનો પર્દાફાશ કરીશું અને જ્યાં કાર્યવાહી કરવી પડશે ત્યાં અમે કાર્યવાહી કરીશું.
૧૦ વર્ષમાં તમામ પ્રોજેક્ટ માત્ર ભાજપ શાસિત રાજ્યોમાં આવ્યા નથી વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ રોકાણ વાળવાના આરોપોને નકારી કાઢતા કહ્યું કે રોકાણકારોની તેમની ગણતરીઓ છે અને તેઓ સક્ષમ અને કાર્યક્ષમ કામગીરી કરનારી રાજ્ય સરકાર જોશે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં તમામ પ્રોજેક્ટ આવ્યા નથી, એમ જયશંકરે ૨૦ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મુંબઈમાં ભાજપ કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું.
કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) સહિતના વિરોધ પક્ષોના નેતાઓએ વારંવાર આક્ષેપ કર્યો છે કે વિવિધ મોટા રોકાણ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી પડોશી ભાજપ શાસિત ગુજરાતમાં ખસેડવામાં આવ્યા છે. તે અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે રોકાણકારોની પણ પોતાની ગણતરીઓ અને આકારણીઓ હોય છે. કેન્દ્ર સરકારને દોષ આપતા પહેલા તમારી પોતાની યોગ્યતા પણ તપાસવી પડશે. છેલ્લા ૧૦ વર્ષમાં તમામ પ્રોજેક્ટ ભાજપ શાસિત રાજ્યોમાં આવ્યા નથી, એમ તેમણે જણાવ્યું હતું.
| Also Read: પશ્ચિમ બંગાળમાં શાંતિ માટે ઘૂસણખોરી પર લગામ અનિવાર્યઃ અમિત શાહના આકરા તેવર
ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબિ અને બ્રાંડિંગ પર કામ કરે છે, પરંતુ તે રાજ્ય સરકારો છે જે આવનારા રોજગાર અને રોકાણ માટે નિર્ણય લેશે, સ્પર્ધાત્મક સંઘવાદ દેશ માટે સારો છે” , એમ તેમણે ઉમેર્યું હતું. દેશની સફળતા રાજ્ય સરકારોની સકારાત્મક, અસરકારક, નિષ્ઠાવાન ભાગીદારી પર આધારિત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત-મિડલ ઈસ્ટ ઈકોનોમિક કોરિડોર એ વિશ્વમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો કનેક્ટિવિટી કોરિડોર છે અને મુખ્ય ઈન્ટરફેસ મહારાષ્ટ્રમાં હશે